માળીયાના કાજરડા ગામ નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા; 7 પત્તાપ્રેમીઓ 1.64 લાખની રોકડ સાથે ઝડપાયા | Three caught gambling near Kajarda village in Maliya; 7 card lovers caught with cash worth 1.64 lakhs | Times Of Ahmedabad

મોરબી27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી શહેરના દલવાડી સર્કલ નજીક આવેલી સોસાયટીના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી પોલીસે સાત ઇસમોને ઝડપી લીધા હતા. સ્થળ પરથી રોકડ રૂ 1,64,500 જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં માળીયાના કાજરડા ગામ પાસે ખેતર નજીક જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને માળિયા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન દલવાડી સર્કલ સરદાર 3 સોસાયટીમાં રહેતા અશોક સવેરા પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી જુગાર અખાડો ચલાવતા હતા. જેથી પોલીસે સ્થળ પર દરોડા કર્યા હતા. જેમાં જુગાર રમતા અશોક સવેરા, રાજ સવેરા રહે બંને મોરબી, મુકેશ વેકરીયા, સંજય દોંગા રહે બંને જામનગર, ચિન્ટુ રતનપર, આકાશ ખરાડી રહે બંને મોરબી અને કલ્પેશ સાંઈજા રહે રાજકોટ એમ સાત ઇસમોને ઝડપી લીધા હતા. સ્થળ પરથી પોલીસે ગંજીપાનાં તેમજ રોકડ રકમ રૂ 1,64,500 જપ્ત કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી. એ સમયે કાજરડા ગામ પાસે આવેલા તાજમામદ મોવર નાઓના ખેતર પાસે સલીમ મોવર, આલમ મોવર અને કાદર સખૈયાને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડી તેની પાસેથી રોકડ રકમ રૂ. 63,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post