Wednesday, March 29, 2023

ગાંધીધામ-ભચાઉ હાઈવે પર કારમાં દારૂની હેરાફેરીની પોલીસને બાતમી મળી; મહિલા સહિત ત્રણ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા | Police received information about smuggling of liquor in cars on Gandhidham-Bhachau highway; Police arrested three accused including a woman | Times Of Ahmedabad

ગાંધીધામ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીધામ-ભચાઉ હાઈવે પરથી વાહનમાં દારૂની હેરાફેરી કરતાં મહિલા સહિત ત્રણ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ બી-ડીવીઝન પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.વી.જોષી પુલીયા પાસે આવતા બાતમી મળેલી કે, ગણેશનગરમાં રહેતો મનીષ દાફડા તેમજ ગાંધીધામની પુનમ સોસાયટીમાં રહેતી પ્રેમિલાબેન મહેશ્વરી બંને જણા મનીષની કબ્જાની મહિન્દ્રા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ભચાઉથી ગાંધીધામ તરફ આવી રહ્યા છે.

જે બાતમીનાં આધારે પોલીસ એ.વી.જોષી પુલીયા પાસે વોચમાં રહી બાતમીવાળી ગાડી આવતા તેને રોકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ 57, સિગ્નેચર પ્રિમિયમ વ્હીસ્કી બ્રાન્ડનાં 180 એમ.એલના કાચનાં કવાટરીયા નંગ 45 મળી આવતા પોલીસે સેકટર 7ના મનીષ દાફડા, મિથિલાનગરી અંજારનાં અમૃત ટોપણદાસ મંગે ભાનુશાલી તેમજ પુનમ સોસાયટી સેકટર 7નાં પ્રેમિલાબેન નિમેષભાઈ મહેશ્વરીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે રૂપિયા 57,000ની કિંમતનો દારૂ, રૂપિયા 6,00,000ની કિંમતનું વાહન, રૂપિયા 40,000ની કિંમતનાં ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂા.6,97,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.