Header Ads

અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે જાહેરમાં જુગાર રમતા 8ને ઝડપી પાડ્યા, 1 ફરાર | State Monitoring Cell in Ahmedabad nabs 8 gambling in public, 1 absconding | Times Of Ahmedabad

અમદાવાદ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દારૂ-જુગાર પર પ્રતિબંધ હોવા છતાં અનેક જગ્યાએ દારૂ જુગરનો વેપાર ચાલી રહ્યો છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે જાહેરમાં જુગાર રમતા 8 લોકોને ઝડપી પાડ્યા છે. રામોલ પોલીસ સ્ટેશનની હદમાં જાહેરમાં જુગાર રમાતો હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરીને 2.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

રંગે હાથે 8 લોકોને જુગાર રમતા ઝડપ્યા
​​​​​​​
અમદાવાદના સીટીએમ કડીયાનાકા પાસે આવેલી અંબિકા હોટલની સામે જાહેરમાં જુગાર રમાતો હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને જાણ થતા રેડ કરી હતી. જે દરમિયાન 8 લોકોને જુગાર રમતા ઝડપ્યા હતા, જ્યારે ભરત નામનો એક આરોપી ફરાર થઇ ગયો હતો. આરોપીઓને 29,500 રોકડ રકમ, 8 મુદ્દામાલ, લોખંડના કાણાવાળા સિક્કા સહિત 2,30,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને રામોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. ઝડપાયેલ તમામ આરોપી સીટીએમ, વસ્ત્રાલ અને અમરાઈવાડી વિસ્તારના જ રહેવાસી છે.

ઝડપાયેલા આરોપીઓ​​​​​​​

  1. ભાવિન પટેલ
  2. સુભાષ રાજપૂત
  3. દિલીપ પરમાર
  4. ધર્મેન્દ્ર પટેલ
  5. ગૌરવ પરમાર
  6. શિયોન ખ્રિસ્તી
  7. કમલેશ પ્રજાપતિ
  8. નિતેશ રાઠોડ
  9. ભરત (વોન્ટેડ આરોપી)

અન્ય સમાચારો પણ છે…
يتم التشغيل بواسطة Blogger.