ઘોઘાના કુડા ગામે ધાર્મિક કાર્યક્રમમાં ધુણતા ધુણતા જ ભૂવાનું મોત, પરિવારમાં માતમ છવાયો | Bhuwa's death while playing music in religious program in Kuda village of Ghoghana, mourning in the family | Times Of Ahmedabad

ભાવનગર31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ન જાણ્યુ જાનકી નાથે કે સવારે શું થવાનું છે….કંઈક આવી જ ઘટના ભાવનગર જિલ્લામાં સામે આવી છે. જ્યાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ધુણતા ધુણતા જ એક ભૂવાનું મોત થયું હતું. જેથી સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં માતમ છવાયો હતો.

ઘોઘા તાલુકાના કુડા ગામે કુડાગીરી સિકોતર માતાજીના 24 કલાકના નવરંગા માંડવાનું ગોહિલ પરીવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, આ માતાજીના માંડવામાં ધૂણી રહેલા પરીવારના ભૂવાનું મોત નીપજ્યું હતું.

કુડા ગામે 24 કલાકનો નવરંગો માંડવાનું આયોજન કર્યું

​​​​​​​ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે…એ ઉક્તિ અનુસાર અઘટીત બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ઘોઘાની બાજુમાં આવેલ કુડા ગામે શિકોતર માતાજીના 24 કલાકના નવરંગો માંડવાનું ગોહિલ પરીવાર દ્વારા આયોજન કરાયું હતું, જેમાં કુડા ગામે રહેતા કુટુંબના ભુવા મકાભાઈ દાનાભાઈ ગોહિલ, ઉ.65 ના માંડવામાં ધુણતાં હતા તે સમયે અચાનક જ ઢળી પડ્યા હતા.

હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે ભૂવાને મૃત જાહેર કર્યો​​​​​​​
આ ઘટના બનતા જ ત્યાં હાજર લોકો દ્વારા તેમને ત્યાંથી તાત્કાલિક કોળિયાક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જ્યા ફરજ પરના તબીબે આ આધેડ ભૂવાને મૃત જાહેર કર્યો હતો. આ અઘટીત બનાવને પગલે નાનકડા એવા સમગ્ર કુડા ગામમાં ધર્મમય વાતાવરણના સ્થાને ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم