- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Why Did The 85 Meter Tower In Surat Fall Like A Card Of Cards? 30 To 35 Lakhs Cost, Even With Such A Large Structure, The Vibration Is Also Very Reduced.
સુરત2 કલાક પહેલા
પાંચ સેકન્ડમાં ઉત્રાણ પાવર સ્ટેશનનું 85 મીટર ઊંચું કુલિંગ ટાવર તાસના પત્તાની જેમ જમીનદોસ્ત થયું.
સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનનો 85 મીટર ઊંચો કુલિંગ ટાવરને આજે એક્સપ્લોઝરની મદદથી તાસના પત્તાની જેમ પાંચ સેકન્ડમાં તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારે ટાવરને આ રીતે ડિમોલેશન કરવા પાછળ વિશેષ ટીમ અને તૈયારી કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાનથી ડિમોલિશન એક્સપર્ટ આનંદ શર્મા સુરત આવ્યા હતા. અને આ આખું એક્સપ્લોઝિવ બ્લાસ્ટ તેમના નેતૃત્વમાં થયું હતું. ત્યારે આનંદ શર્માએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વિશેષ ટેક્નોલોજીની મદદથી તોડી પાડવા માટે ટાવરના 1300 જગ્યા પર એક્સપ્લોઝિવ પ્લાન કરાયો હતો. સિક્વન્સમાં હોલ પાડી એક્સપ્લોઝિવ ફીટ કરાયો હતો પછી તેમને અલગ અલગ ટાઈમિંગે બ્લાસ્ટ કરાયો હતો. આ ટાઈમિંગનું ખાસ ધ્યાન રાખીને બ્લાસ્ટ થતા આખો ટાવર ધીમે ધીમે સિક્વન્સમાં સીધો નીચે પડી ગયો હતો.
ટાવર પાડવા જુદી જુદી એક્સપર્ટ તૈયાર કરાઈ હતી
આજે ઉત્રાણ પાવર સ્ટેશનનું 30 વર્ષથી બનાવવામાં આવેલ 85 મીટર ઊંચું મહાકાય કુલિંગ ટાવરને તાસના પત્તાની જેમ તૂટતું જોયું હતું. પરંતુ આ ટાવર તાસ ના પત્તાની જેમ તોડવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. જુદી જુદી ખાસ ટીમો તૈયાર કરીને છેલ્લા ઘણા સમયથી તૈયારી કરવામાં આવતી હતી. ઉત્રાણ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરને એક જ ધડાકે તોડી પાડવા માટે અમદાવાદની કૈલાશ મેટલ કોર્પોરેશનને કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં તેમણે દેશના ડિમોલિશન એક્સપર્ટની મદદ લઈ આ ટાવરને આજે પાંચ સેકન્ડમાં જ જમીનદોસ્ત કરી નાખ્યું હતું.
ડિમોલિશનને સફળતાપૂર્વક કરાયું.
1300 જગ્યા પર ડિટોનેટર સાથે એક્સપ્લોઝિવ ફીટ કરાયો
ટાવરને ધ્વસ્ત કરવા પાછળ સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર રાજસ્થાનના ડિમોલિશન એક્સપર્ટ આવેલ આનંદ શર્માના નેતૃત્વમાં ડિમોલિશન થયો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે 85 મીટર ઊંચા ટાવરના 72 જેટલા પીલરમાં 262.5 કિલો એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એક્સપ્લોઝિવને જુદી જુદી 1300 જગ્યા પર પ્લાન્ટ કર્યો હતો. ટાવરમાં 1300 હોલ પાડી એક્સપ્લોઝિવને ડિટોનેટેર સાથે ફીટ કરાયો હતો અને પછી બ્લાસ્ટ કરાયો હતો.
1300 ડિટોનેટર અલગ અલગ સમયે બ્લાસ્ટ થયા
પાંચ સેકન્ડમાં 85 મીટર ઊંચું કુલિંગ ટાવર તૂટી પડ્યું તેની અંદર 1300 જેટલા ડિટોનેટર સાથેના એક્સપ્લોઝિવ લગાવવામાં આવે છે અને જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે એક જ ધડાકાનો અવાજ સંભળાય છે. પરંતુ ખરી વાત તો એ છે કે આ 1300 ડિટોનેટરના ટાઈમ અલગ અલગ હોય છે. ત્યારે આ અંગે ડિમોલેશન એક્સપર્ટ આનંદ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે ટાવરમાં દરેક બ્લાસ્ટનો અલગ અલગ સમય રાખ્યો હતો. આખા સ્ટ્રક્ચરનું રિસર્ચ કરીને દરેક બ્લાસ્ટમાં મીલી સેકન્ડની અંદરનો સમય રાખવામાં આવે છે જે જોવામાં ખબર પણ પડતી નથી. જેને લઇ આટલા બધા બ્લાસ્ટ અલગ અલગ સમયે મિલીમાઇક્રો સેકન્ડમાં થાય છે છતાં આપણને એક મોટો ધડાકો જ સંભળાય છે.
કાટમાળ સીધો જ નીચે પડ્યો.
ટાવર સીધો જ કઈ રીતે અને કેમ પાડ્યો ?
ટાવરને ધ્વસ્ત કરવા પાછળ સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર રાજસ્થાનના ડિમોલિશન એક્સપર્ટ આવેલ આનંદ શર્મા ટાવર નીચે પાડવા પાછળ મહત્વની વાત જણાવી હતી કે ટાવરને અમારે સીધું નીચે પાડવાનું હતું. કારણ કે ટાવરની 10થી 15 મીટરના અંતરમાં ઘણા ઉપયોગી બાંધકામ કરવામાં આવ્યા છે. જેને નુકસાન ન થાય તેની પર ખાસ ધ્યાન રાખવાનું હતું. જેને લઇ ટાવરને સીધો જ નીચે પાડવો પડે તેમ હતો. ત્યારે સીધો નીચે પાડવા માટે પહેલા અમે કોંક્રિટની સ્ટ્રેન્થ કેટલી છે? ઊંચાઈ કેટલી છે? વજન કેટલું છે? આ તમામ ધ્યાનમાં રાખીને પછી ટાવરમાં હોલ પાડવા માટેની જગ્યા તેમની વચ્ચેનો ડાયરેક્શન, તમામ વચ્ચેનું અંતર આ બધું અમારે જીણવટભરી તપાસ કરી ચોક્સાઈપૂર્વક કરવું પડ્યું હતું. ત્યારબાદ તેમાં ડિટોનેટર સેટ કરાયા હતા અને તમામનો ટાઈમિંગ ખૂબ જ ચોક્સાઈપૂર્વક સેટ કરવામાં આવ્યો હતો. જેને લઇ બ્લાસ્ટ કરવામાં આવ્યો ત્યારે સ્ટ્રક્ચર ધીમે ધીમે સીકવન્સમાં એક સરખું સીધું નીચે પાડ્યું હતું અને સાથે વાઇબ્રેશન પણ ખૂબ જ ઓછું થયું હતું અને સફળતાપૂર્વક ડિમોલિશન થઈ ગયું હતું.
ટાવરના ડિમોલિશન પાછળ 30થી 40 લાખનો ખર્ચ થયો
આનંદ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે આજે દેશમાં એક્સપ્લોઝિવના મદદથી મોટા સ્ટ્રક્ચરો ડિમોલેશન કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનતી થઈ ગઈ છે. અને સસ્તી પણ થઈ છે. ઉત્રાણ પાવર સ્ટેશનનો કુલિંગ ટાવર તોડી પાડવા માટે અમે નોન ઈલેક્ટ્રીક એક્સપ્લોઝિવ મટિરીયલનો ઉપયોગ કર્યો હતો. જેને લઇ આ ટાવર પાછળ 30થી 40નો ખર્ચ થયો છે.
નોન ઈલેક્ટ્રીક એક્સપ્લોઝિવ મટિરીયલનો ઉપયોગ કર્યો.
દેશમાં 25માં સ્ટ્રક્ચરનું ડિમોલેશન કરાયું
ડિમોલેશન એક્સપર્ટ આનંદ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે વધતી જતી ટેક્નોલોજીને લઈ ભારતમાં મોટા બાંધકામ પાડવાની પ્રક્રિયા નવી ટેક્નોલોજીથી શરૂ થઈ છે. અમે આજે ગુજરાત ઇલેક્ટ્રીક સિટી કોર્પોરેશનનું 25મું સ્ટ્રક્ચર સફળતાપૂર્વક તોડી પાડ્યું છે.