ભાવનગર38 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
ભાવનગર શહેર અને જિલ્લામાં તહેવારમાં જાણે કે જુગાર રમવાનું ચલણ શરૂ થયુ હોય તેમ જોવા મળી રહ્યું છે. શહેર અને જિલ્લામાં અલગ-અલગ 9 સ્થળોએથી જુગાર રમતા 50 જેટલા જુગારીઓને પોલીસે ઝડપી લઈ રોકડ રકમ સહિત રૂ.1.14 લાખનો મુદ્દામાલ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કરચલીયાપરામાં જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા
ધુળેટીના તહેવારમાં પોલીસે જુગારની બદી ડામવા અંગે કરેલી કાર્યવાહી મુજબ ભાવનગર શહેરના કરચલીયાપરા, અગરિયાવાડ પાસે આવેલ ધર્માદાની મેડી પાસે આવેલી ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહેલા સુરેશભાઇ બટુકભાઇ જાદવ, રાકેશભાઇ ભુપતભાઇ વાઘેલા, વિજયભાઇ ધીરૂભાઇ પરમાર, વિકીભાઇ ધીરૂભાઇ પરમાર, વિપુલભાઇ ઉર્ફે નિકુલ ખુશાલભાઇ પરમાર તથા મહેશભાઇ કિશોરભાઇ રાઠોડની એલ.સી.બી.એ રોકડા રૂ.11,400 સાથે ધરપકડ કરી હતી.
કુંભારવાડામાં જુગાર રમતાં 7 શખ્સો ઝડપાયા
શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોક્ષમંદિર પાસેના ઝમકુડીના નાળા પાસે આવેલી ખુલ્લી જગ્યામાં જુગારની બાજી માંડી બેઠેલા અજય વિશ્વમ્બરભાઈ પરમાર, નીલેષ પ્રવિણભાઇ પરમાર, હીતેષ ભીખાભાઇ ચાવડા, યજ્ઞેશ બાબુભાઇ બોરીચા, વિષ્ણુ રાજકુમાર પઢીયાર, ભાવેશ વશરામભાઇ ચાવડા તથા ગીરાગભાઇ દિનેશ મકવાણાને બોરતળાવ પોલીસે રોકડા રૂ.11,190 સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સરદારનગરમાં જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા
ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારના પચાસ વરિયમાં આવેલ રામજી મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા મનીષ બળવંતભાઈ સોલંકી, કમલેશ રમેશભાઈ રાઠોડ, નવસાદ રફીકભાઈ પરમાર, અર્જુનભાઈ નારસંગભાઈ પરમાર, કીશોરભાઈ જશુભાઈ પરમાર, રવી રતાભાઈ પરમારને રોકડા રૂ.13,250ના મુદ્દામાલ સાથે ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘોઘામાંથી જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા
ઘોઘાના ખજુરીયા ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા ચાર શખ્સો સાગરભાઇ વીનુભાઇ વેગડ, દીનેશભાઇ મક્કનભાઇ બારૈયા, વીરાજભાઇ હિરાભાઇ રાઠોડ, અનિલભાઇ રામજીભાઇ વેગડને ઘોઘા પોલીસે રોકડા રૂ.10,560નાં મુદ્દામાલ સાથે ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કુંભારવાડા વિસ્તારમાં જુગાર રમતાં 5 શખ્સો ઝડપાયા
આ ઉપરાંત ઘોઘાના કુંભારવાડા વિસ્તારમાં આવેલા બહુચરાજી મંદિર પાસેની ખુલ્લી જ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા અલ્પેશભાઇ ઉર્ફે અપ્પુ ભોપાભાઇ કંટારીયા, ભાવેશભાઇ મનુભાઇ ચૌહાણ, માવજીભાઇ રાજાભાઇ બાંભણીયા, ભરતભાઇ ભીખાભાઇ કંટારીયા તથા તુળશીભાઇ બડ઼ી જમુરભાઇ ઢાપાને રોકડા રૂ.10,520નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
વરતેજમાં જુગાર રમતાં 5 શખ્સો ઝડપાયા
વરતેજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી સોડવદરા ગામ નજીક આવેલા વિકળીયા હનુમાન સામેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જુગાર રમી રહેલા રમેશ બાલાભાઇ જાદવ, હાર્દિક જીવરાજભાઇ જાદવ, સુનીલ જગદિશભાઇ ચૌહાણ, વલ્લભ હીરાભાઇ ચૌહાણ તથા નિલેશ પ્રવિણભાઇ જાદવને રોકડા રૂ.12,210 સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહુવામાં જુગાર રમતાં 5 શખ્સો ઝડપાયા
મહુવા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળતા તુરતજ વાઘરકૂવા પાસે આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો કર્યો ત્યારે જુગાર રમી રહેલા દીનેશભાઇ માધુભાઇ સોલંકી, ચીથરભાઇ ઓઘડભાઇ ભાલીયા, અરવિંદભાઈ નારણભાઇ સોલંકી, અશોકભાઇ ચીથરભાઇ મકવાણા તથા રાજુભાઇ ભગવાનભાઇ સોલંકીને રોકડા રૂ.14,210નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કંટાસર ગામ 6 શખ્સો ઝડપાયા
મહુવાના કંટાસર ગામના પ્લોટ વિસ્તારમાં જુગાર રમી રહેલા મુસ્તાકભાઇ રફીકભાઇ શેખ, અલ્પેશભાઇ ધીરૂભાઇ બારૈયા, ઇકબાલભાઇ રફીકભાઇ શેખ, રમેશભાઇ બચુભાઇ બારૈયા, રાજુભાઇ ગુણાભાઇ બતાડા તથા રફીકભાઇ કાળુભાઇ શેખને મહુવા પોલીસે રોકડા રૂ.1900 સાથે ધરપકડ કરી હતી.
મહુવાના જનતા પ્લોટ વિસ્તાર પાસે આવેલ ખાદીવણાટક કેન્દ્ર જુના રેલવે પાટા પાસે આવેલી ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા વિઠ્ઠલ પાચાભાઇ વાળા, ભરત બચુભાઇ બારૈયા, મુકેશ બટુકભાઇ ડાભી, વિભાઇ અરવિંદભાઇ ગોહિલ, અશોક બચુભાઇ બારૈયા તથા નરેશભાઇ મોહનભાઇ ગોહિલને મહુવા પોલીસે રોકડા રૂ.28,570 સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.