પાટણ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામ ખાતે નર્મદા નિગમની કેનાલમાં ગાબડું પડતા ખૂબ મોટા પ્રમાણમાં પાણી વહી જતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પાટણ જિલ્લામાં સતત એક પછી એક કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. કેનાલોના કામ હલકી ગુણવત્તાના થયા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.તો કેનાલોમાં સફાઈનો પણ અભાવ જોવા મળતા તંત્ર સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે.

રાધનપુરમાં ભ્રષ્ટાચારનું ફરી ગાબડું પડતા ખેડૂતોને મોટા પાયે નુકશાન વેઠવાનો વારો સામે આવ્યો છે. એકજ દિવસમાં નર્મદાની કેનાલમાં સતત આ બીજું ગાબડું પડ્યું છે. સાતુંન કમાલપુર ગામ વચ્ચે પસાર થતી નર્મદાની બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું છે.તો ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. કેનાલના પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને નુકસાન થયું છે.
