વાપી ચાર રસ્તા પાસે 9 શખ્સોએ રિક્ષાચાલકને માર માર્યો, GIDC પોલીસે આરોપીઓની ધરપકડ કરી | 9 persons beat up a rickshaw puller near Vapi Char road, GIDC police arrested the accused | Times Of Ahmedabad

વલસાડ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી ખાતે રામનવમીની મોડી રાત્રે વાપી ચાર રસ્તા પાસે આવેલી એક હોટલની બહાર રીક્ષા પાર્કિંગ કરવા મુદ્દે ઘર્ષણ થયું હતું. વાહન પાર્કિંગ કરવા બાબતે થયેલી બબાલને કારણે વાપી પંથકમાં માહોલ ગરમાયો હતો. મોટું છમકલું થાય તેવી શક્યતાને લઈને રાહદારીઓ તાત્કાલિક વાપી GIDC પોલીસને ઘટનાની જાણ કરી હતી. પરંતુ એ પહેલા જ પોલીસે સપાટો બોલાવી 9 આરોપીઓને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપીમાં ગતરોજ રામ નવમીની ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી પૂર્ણ થયા બાદ રાત્રે વાપી ચાર રસ્તા નજીક આવેલી હોટલ પેરેડાઇઝની બહાર મોડી રાત્રે એક રિક્ષા ચાલકે પોતાની રીક્ષા પાર્ક કરી હતી. રીક્ષા પાર્ક કરવાના બાબતે અન્ય એક વાહન ચાલક સાથે ઘર્ષણ ઉભું થયું હતું. આ દરમિયાન રીક્ષા પાર્ક કરનાર રીક્ષા ચાલક ઉપર હોટલની બહાર બેસતા લોકોએ હુમલો કર્યો હતો. અને તેને ઢોર માર્યો હતો. આ દરમિયાન રીક્ષા ચાલકનો બચાવ કરવા વચ્ચે પડેલા અન્ય એક વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હતો. આમ રામનવમીની રાત્રે થયેલી બબાલને કારણે મામલો બીચકે તેવી શક્યતા હતી. સામસામે ઘર્ષણ થવાની શક્યતાને લઈને રસ્તા ઉપરથી પસાર થતા એક જાગૃત નાગરિકે સમય સૂચકતા જોઈને વાપી GIDC પોલીસને ફોન કરીને ઘટનાનો જાણ કરી દીધી હતી. સામસામે બંને પક્ષના લોકોના ટોળું એકઠું થવા લાગ્યા હતા. જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સપાટો બોલાવ્યો હતો. અને રિક્ષા ચાલકને માર મારનાર 9 આરોપીઓની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાપી GIDC પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ થઈ છે અને આરોપીઓને કાયદાના પાઠ શીખવવા પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. વાપી GIDC પોલીસ મથકે જાહેરનામનો ભંગ અને રીક્ષા ચાલકને માર મારનાર સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપી ચાર રાસ્ત પાસે રીક્ષા પાર્ક કરવા જેવી સામાન્ય વાતને લઈને મોટું છમકલું થાય તે પૂર્વે જાગૃત નાગરિકે સમયસર પોલીસને જાણ કરતા મોટું છમકલું થતા અને 2 જૂથ વચ્ચે ઘર્ષણ થતા અટક્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم