الجمعة، 31 مارس 2023

રામકથામાં બંદોબસ્તમાં ખડેપગે રહેનારા પોલીસકર્મીઓના નકદ ઈનામ જિલ્લા પોલીસ વડા દ્વારા મંજૂર | Cash reward of policemen living in settlement in Ramkatha approved by district police chief | Times Of Ahmedabad

નવસારી15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવસારી શહેરમાં 22મી થી 30મી માર્ચ સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુચારું વ્યવસ્થા માટે જિલ્લા પોલીસકર્મીએ પણ નિષ્ઠાવાન બની ફરજ બજાવતા ઇંચા.જિલ્લા પોલીસવડાએ તમામ કર્મચારીઓનો ઉત્સાહ વધારવા સાથે પ્રમાણપત્ર સહિત નકદ રાશિનું ઇનામ મંજૂર કર્યું છે.

લુંસીકુઈ ગ્રાઉન્ડ ટાઉન પોલીસ સ્ટેશન મથકની હદમાં આવે છે ત્યારે પી.આઈ.કે.એચ. ચૌધરી ની આગેવાનીમાં કાર્યકરત 12 પોલીસ કર્મચારીઓ ને ₹300+GST ની જાહેરાત કરવામાં આવી છે તો જિલ્લા ટ્રાફિક પોલીસના 30 કર્મચારીઓને ₹100+GST મંજૂર કરવામાં આવ્યું છે. આમ તો પોલીસ કર્મચારીઓની કામગીરીની મોટે ભાગે આપણો સમાજ ખાસ નોંધ લેતું નથી પરંતુ નવસારી જિલ્લા ઇંચા.પોલીસવડા કરણરાજ વાઘેલા ઉચ્ચ અધિકારી હોવા સાથે માનવીય અભિગમ દાખવ્યો છે. પોલીસ કર્મચારીઓએ જ્યારે જ્યારે સારું પ્રદર્શન કર્યું છે ત્યારે તેમને નકદ રાશિ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા અત્યાર સુધી પાંચ વખત ઇનામ રાશિની જાહેરાત કરી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધારવા સાથે તેમને ઇનામની પણ જાહેરાત કરી છે. આ ઇનામની નોંધ દરેક પોલીસ કર્મચારીઓના સર્વિસ બુકમાં પણ થાય છે જેથી દરેક પોલીસ કર્મચારીઓની પ્રતિષ્ઠા સર્વિસ દરમ્યાન વધે છે.

રામકથામાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ગ્રાઉન્ડમાં કથા સાંભળવા માટે આવતા હતા. જેમાં સવારે અને કથા છૂટ્યા બાદ ટ્રાફિક સહિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં પોલીસ કર્મચારીઓએ ખંતથી પોતાની ફરજ બજાવી હતી. જેની નોંધ ઇંચા. જિલ્લા પોલીસવાડાએ તમામને પ્રોત્સાહક નકદ રાશિ આપીને બિરદાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.