વલસાડ9 મિનિટ પહેલા
- કૉપી લિંક

રંગોના પર્વ ધુળેટી પર નશો કરી લોકોને ખલેલ પહોંચાડનારા તત્વોને ઝડપી વલસાડ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી નવ પીધેલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડમાં ધુળેટીના પર્વની ઉજવણી કરી રહેલા લોકોને કેટલાક શખ્સો નશો કરેલી હાલતમાં ખલેલ પહોંચાડતા હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વલસાડમાંથી 9 જેટલા પીધેલાઓને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે તમામનું મેડીકલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે…