Header Ads

ભાવનગરના વેપારી પાસેથી સ્ક્રેપનો જથ્થો મેળવી રાજકોટના દંપતીએ 93.45 લાખ આપ્યા જ નહીં | rajkot couple fraud with bhavnagar's business man | Times Of Ahmedabad

રાજકોટ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વેપારીએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (ફાઈલ તસવરી) - Divya Bhaskar

વેપારીએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (ફાઈલ તસવરી)

ભાવનગરના શિશુવિહાર સકર્લ પાસે સ્ટાર પ્લાઝામાં ફ્લેટ નં.205માં રહેતા અને અગાઉ ઈન્ડિયા ઈમ્પેક નામની પેઢી શરૂ કરી બ્રાસ, કોપર્સ સ્ક્રેપનો ધંધો કરનાર ગનીભાઈ દાઉદભાઈ બાલાએ રાજકોટના દંપતી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે રાજકોટના રાજ મેટલ, સાગર ઈમ્પેક કંપનીના પ્રોપરાઈટર રાકેશ નવલદાસ દાસાણી અને તેની પત્ની શિલ્પાબેનના નામ આપ્યા છે. આ દંપતીએ રૂ.93.45 લાખની છેતરપિંડી કર્યાની આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ દંપતીને પકડી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

સંબંધી મારફત આરોપીઓની ઓળખાણ થઈ હતી
ગનીભાઈએ પોલીસને જણાવ્યું છે કે, આજથી 30 વર્ષ પહેલા તેણે ઈન્ડિયા ઈમ્પેક નામની પેઢી શરૂ કરી બ્રાસ, કોપર્સ સ્ક્રેપનો વેપાર શરૂ કર્યો હતો. ધંધામાં મંદી આવતા અને ધંધો બરાબર ચાલતો ન હોવાથી એક વર્ષથી તેણે આ પેઢી સ્થગિત કરી હતી. તે અવારનવાર વેપાર અંગે રાજકોટ આવતા હોય 2007માં તેના સંબંધી અકરમ ગાગનાની કે જેને આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્કમાં ભંગારનો ડેલો હતો. ત્યાં તેની પાસે ચા-પાણી પીવા જતા હતા. આ દરમિયાન તેમની મુલાકાત આરોપી રાકેશ સાથે થઈ હતી.

આરોપી દંપતી પર વિશ્વાસ કરી વેપાર શરૂ કર્યો
રાકેશે કહ્યું હતું કે, હું પણ બ્રાસ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ વગેરેનો વેપાર કરૂ છું. મારે રાજકોટમાં રાજ મેટલ, સાગર ઈમ્પેક અને એસ.આર. એન્ટરપ્રાઈઝ તેમજ મારી પત્ની શિલ્પાબેનના નામથી પણ શ્રી ઈમ્પેક નામની પેઢી છે. અમે દંપતી બ્રાસ તથા કોપર સ્ક્રેપનો વેપાર કરીએ છીએ તેવી વાત કરી હતી. ત્યારબાદ આરોપીએ તેની સાથે વેપાર કરવાનો પ્રસ્તાવ મૂકતા તેણે આરોપી સારી પાર્ટી લાગતા વેપાર માટે સહમતી દશાર્વી હતી. આ જ સમયે આરોપીએ પોતાને બ્રાસ, સ્ક્રેપ તથા કોપર સ્ક્રેપની હાલના સમયમાં જ જરૂરિયાત હોય તેમ જણાવતાં તેણે પોતાની પાસે પડેલ ભાવનગર જઈ મોકલી આપવાની વાત કરી હતી.

2014માં સ્ક્રેપનો જથ્થો ઉધારીમાં લેવાનો શરૂ કર્યો
થોડા સમય પછી આરોપી દંપતીએ તેની સાથે નિયમિત વેપાર શરૂ કરી તેને વિશ્વામાં લીધા હતા. ત્યારબાદ 2014માં આરોપીએ તેની પાસેથી ઉધારીમાં માલ લેવાનું શરૂ કર્યું હતું. દરમિયાન સાગર ઈન્ફેક નામની પેઢીમાં તા.1-4-2014થી તા.31-3-2021 સુધીમાં જુદી જુદી તારીખે 46.28 લાખનો સ્ક્રેપનો માલ મોકલ્યો હતો. જેમાંથી આરોપીએ 18.73 લાખ આપ્યા હતા. બાકીના 27.55 લાખ આપ્યા ન હતા. બીજી રાજ મેટલ નામની પેઢીમાં રૂ. 50.90 લાખનો વેપાર કર્યો હતો. જેમાંથી 49.32 લાખ આપેલા હતા. જ્યારે લેણાં નીકળતા 1.58 લાખ આપ્યા ન હતા.

શ્રી ઈન્પેક નામની પેઢીમાં 97.97 લાખનો વેપાર કર્યો હતો
શ્રી ઈન્પેક નામની પેઢીમાં 97.97 લાખનો વેપાર કર્યો હતો. જેમાંથી 33.64 લાખ આપ્યા હતા. બાકીના 64 લાખ આપ્યા ન હતા. આમ ત્રણેય પેઢીના મળી કુલ લેણાં નીકળતા રૂ.93.45 લાખ માટે આરોપીને ફોન કરતા અને રૂબરૂ રાજકોટ આવીને તેને મળતા આરોપીએ અલગ-અલગ તારીખના પાંચ ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થયા હતા. આથી તે આરોપી પાસે રૂપિયા લેવા માટે જતા તેને ગાળો દઈ હવે અમારે રૂપિયા આપવા નથી, જે થાય તે કરી લો કહી ધમકી આપી ત્રાસ આપતા પક્ષઘાતનો હુમલો આવ્યો હતો. આ અંગે આજીડેમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Powered by Blogger.