હળવદના દાસબાપાએ 99માં જન્મદિવસે શાળાને એક લાખ રુપિયાની સાઉન્ડ સિસ્ટમ ભેટ આપી | Dasbapa of Halavad gifted the school a sound system worth one lakh rupees on his 99th birthday. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા અને દાસબાપા તરીકે ઓળખાતા દાનવીર જોબનપુત્રા ત્રિભોવનદાસ ત્રિકમજીભાઈએ પોતાના 99મા જન્મદિવસ નિમિત્તે મયુરનગર પે સેન્ટર શાળામાં 99,999 રૂપિયાની કિંમતની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ શાળાને ભેટ આપી છે.

ત્રિભોવનદાસ ત્રિકમજીભાઈ જોબનપુત્રા વિદ્યાર્થીઓના શિક્ષણના ઉત્કર્ષ માટે હંમેશાં પોતાની સદ્લક્ષ્મી વાપરતા રહ્યા છે. જેઓ દર વર્ષે ધોરણ-1 થી 12ના તેજસ્વી તારલાઓને શૈક્ષણિક કીટ અને ભોજન સમારંભ પેટે અંદાજિત બેથી અઢી લાખ રૂપિયા જેવી માતબર રકમ આપી બાળકોને પ્રોત્સાહિત કરતા રહ્યા છે.

આ વર્ષે પણ દાસબાપાના 99 વર્ષના શુભારંભે મયુરનગર પે સેન્ટર શાળાને 99,999 રૂપિયાના સાઉન્ડ સિસ્ટમની ભેટ આપી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. આ ઉપરાંત અગાઉ પણ મયુરનગર પે સેન્ટર શાળાના બાળકોના ડિજીટલ શિક્ષણ માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટબોર્ડ અને પ્રોજેક્ટરની કીટ રૂપિયા- 1,11,111ની ભેટ અર્પણ કરી હતી.

આ પ્રસંગે દાસબાપાએ જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણ તેમજ શાળાના ભૌતિક વિકાસ માટે જ્યારે પણ શાળામાં આર્થિક સહયોગની જરૂર પડે ત્યારે જણાવતા રહેજો. આવા, ઉમદા ભાવનાવાળા દાસબાપા તથા જોબનપુત્રા પરિવારનો SMC મયુરનગર તથા મયુરનગર પે સેન્ટર શાળા પરિવારે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરી દાદાને જન્મ દિવસની શુભેચ્છઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે…