આપ નેતાએ સંસદ પદ છીનવી લેવાના નિર્ણયને સખત શબ્દોમાં વખોડ્યો, કહ્યું- નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર નકલી રાષ્ટ્રવાદી | AAP leader strongly condemned the decision to take away the parliament post, said - Narendra Modi and BJP government are fake nationalists. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • AAP Leader Strongly Condemned The Decision To Take Away The Parliament Post, Said Narendra Modi And BJP Government Are Fake Nationalists.

વલસાડ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગઈકાલે સુરતની કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. જે બાદ આજે તેઓનું સંસદસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે, જેને લઈ આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. તેમજ નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને નકલી રાષ્ટ્રવાદી ગણાવી આકરા પ્રહારો કર્યા હતા.

ઈશુદાન ગઢવી, 'આપ' નેતા

ઈશુદાન ગઢવી, ‘આપ’ નેતા

તમામ પાર્ટીઓને ખતમ કરી નાખવાની નરેન્દ્ર મોદીની એક ચાલ છેઃ ઈશુદાન ગઢવી
વલસાડના પ્રવાસે આવેલા ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ભલે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા હોય પણ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ નહી પણ આ દેશ મહત્વનો છે. જે પ્રમાણે રાહુલ ગાંધી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે કોર્ટને અમે સન્માન આપીએ છીએ. પરંતુ રાહુલ ગાંધીને સંસદમાંથી બરતરફ કરાયા તેને અમે વખોડીએ છીએ. નરેન્દ્ર મોદી અને ભાજપની એક ચાલ છે કે, દેશની તમામ પાર્ટીઓને ખતમ કરી નાખવી, તમામ નેતાઓને ખતમ કરી નાખવા, કોઈ પણ નેતાઓને ખોટા કેસ કરીને જેલમાં લઈ જવા અને પછી અદાણીઓને ભેગા કરીને આ દેશને લૂંટી લેવો. અંગ્રેજોથી પણ ખરાબ નીતિ નરેન્દ્ર મોદીની છે. તમામ વિપક્ષને ખતમ કરીને માત્ર એક જ પાર્ટી રહે અને એક જ નેતા રહે પછી દેશને મરજી પડે તેમ વેંચી કાઢે તેવું આખું ષડયત્ર રચવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદી તાનાશાહી કરવા જઈ રહ્યા છેઃ આપના નેતા
વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં આને વખોડે છે. હું સમગ્ર ભારતની જનતાને કહું છું કે, હવે તમે ચશ્માં ઉતારો, નરેન્દ્ર મોદી પહેલા 400 રૂપિયાના ગેસના બાટલાનો વિરોધ કરતા હતા હવે અત્યારે 1100 રૂપિયા થઈ ગયા, જે એક એક આમ આદમીને માથે પડેલો બોજ છે. નરેન્દ્ર મોદીએ જેટલો પણ વાણી વિલાસ કર્યો તેના વિપરિત મા જ કામ કર્યું છે, નરેન્દ્ર મોદી તાનાશાહી કરવા જઈ રહ્યા છે તમામ વિપક્ષ પાર્ટીને ખતમ કરીને વિપક્ષ વગરનો ભારત બનાવી પછી અદાણી જેવાને લૂંટીને બધુ આપી દેવું એવું જ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

8 વર્ષમાં દેશનું 100 લાખ કરોડનું દેવું વધુ ગયુંઃ ઈશુદાન ગઢવી
વધુમાં જણાવ્યું કે, ગુજરાતીઓ અને દેશવાસીઓએ પોતે પોતાની લડાઈ લડવી પડશે. આપણે ભલે નરેન્દ્ર મોદીના ફેન રહ્યા હોય પણ આજથી નરેન્દ્ર મોદીને જય માતાજી કારણ કે આ તો તાનાશાહી છે. અદાણી પર કોઈ કાર્યવાહી નથી થતી, તેના ભાઈઓ પણ કોઈ કાર્યવાહી નથી થતી. 68 વર્ષ સુધી 56 લાખ કરોડનું દેવું હતું અત્યારે 156 લાખ કરોડનું થઈ ગયું. 8 વર્ષમાં 100 લાખ કરોડનું દેવું વધુ ગયું. એરપોર્ટ અદાણીને વેચી નાખ્યા, રેલ વેચી નાખી, કોલસા વેચી નાખ્યા, બીએસએનએલ વેચી નાખ્યું અને પછી કહે છે કે રાષ્ટ્રવાદી. આ નકલી રાષ્ટ્રવાદી છે. આને જેટલું ઓળખી લેશું એટલું ભારત વહેલું બચશે.

રાહુલ ગાંધી વાયનાડથી લોકસભાના સભ્ય હતા
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે આ સંબંધમાં શુક્રવારે એક પત્ર જાહેર કર્યો છે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે ગુરુવારે તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. તેઓ વાયનાડથી લોકસભાના સભ્ય હતા. રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકની સભામાં મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, તમામ ચોરોની સરનેમ મોદી કેમ હોય છે.

શું છે કેસ?
​​​​​​​
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતાં, એમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યાં હતાં. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો. છેલ્લે ઓક્ટોબર 2021માં રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.
આ કેસમાં ગઈકાલે ચુકાદો આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post