ફી વધારો પાછો ખેંચવા સહિતની વિવિધ માગોને લઈને ABVP દ્વારા ઉગ્ર રજૂઆત, માગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી | Aggressive presentation by ABVP on various demands including withdrawal of fee hike, threat of agitation if demands not met | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Aggressive Presentation By ABVP On Various Demands Including Withdrawal Of Fee Hike, Threat Of Agitation If Demands Not Met

સુરત6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ABPV દ્વારા વિવિધ માંગોને લઇ યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar

ABPV દ્વારા વિવિધ માંગોને લઇ યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિવિધ મુદ્દાને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા જુદા જુદા ફેક્ટરમાં કરવામાં આવેલા ફી વધારા, હોસ્ટેલની માંગ,ATKT ના ફોર્મ ઓનલાઈન કરવાની માગ સહિત અનેક મુદ્દાઓની માગ પૂરી કરવા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કુલપતિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

યુનિવર્સિટીમાં ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજે ABVP દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા એટીકેટીના ફોર્મના ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન પૈસા લેવામાં આવે, એટીકેટીના ફોર્મના પૈસા ઘટાડવામાં આવે, રીએસેસમેન્ટની ફી ઘટાડવામાં આવે , યુનિવર્સિટીના કોર્સની 5 ટકાનો વધારો કરવામાં આવેલી ફી માં ઘટાડો કરવામાં આવે તે ઉપરાંત બીજા અનેક મુદ્દાઓને લઇ ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિવિધ માંગોને લઇ વિદ્યાર્થીઓનો વિરોધ
સુરતમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVP દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતું. ABVP મહામંત્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા જે રીતે જુદા જુદા કોર્સની ફીસમાં વધારા કરવામાં આવ્યો છે. તેને પરત ખેંચવામાં આવે તેમજ રી એસેસમેન્ટની ફી જે 500 છે. તેને 250 કરવામાં આવે અને સ્પોર્ટમાં ટ્રેનરની ભરતી કરવામાં આવે સાથો સાથે યુનિવર્સિટીની અંદર નવી હોસ્ટેલનું નિર્મણ કરવામાં આવે તેમજ તમામ પરીક્ષાના પરિણામોં 30 દિવસની અંદર જાહેર કરવામાં આવે. ATKTનું ફોર્મ ઓનલાઇન તથા ઓફલાઈન બંને રીતે લેવામાં આવે અને તેની ફી પણ ઓફ્લાઈન લેવામાં આવે. વધુમાં યુનિવર્સીટીના તમામ પત્રો અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં બહાર પાડવામાં આવે.યુનિવર્સીટીના આઈ કાર્ડ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે. આ પ્રકારની તમામ માંગો છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી છે પરંતુ પૂરી કરવામાં આવતી નથી. જેને લઇ આજે વિદ્યાર્થીઓ એકત્ર થઈને આ માંગો ઝડપથી પૂરી કરવામાં આવે તે માટે કુલ પતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

આગામી સેનેટમાં તમામ રજૂઆતો મૂકવાની માંગ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આગામી દિવસોમાં સેનેટ મીટીંગ મળવા જઈ રહી છે. ત્યારે સેનેટની આ મિટિંગમાં વિદ્યાર્થીના હિતમાં ABVP દ્વારા જણાવવામાં આવેલી તમામ રજૂઆતોને તેમાં રજુ કરવામાં આવે. અને તે તમામ માંગોને સેનેટમાં મંજૂરી સાથે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આગામી સેનેટ મિટિંગમાં આ માંગોને પૂર્ણ કરવામાં નહીં આવશે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم