દાહોદ30 મિનિટ પહેલા
- કૉપી લિંક

દાહોદ જિલ્લામા હાલમા પોલીસ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ઝુંબેશ ચલાવી રહી છે. ત્યારે છેલ્લા એક વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને લીમખેડા પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.
ઘણા વોન્ટેડ હોળી કે લગ્નમાં હાજરી આપવા વતન આવે છે
દાહોદ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ગામડા ખૂંદી રહી છે.કારણ કે હોળીના તહેવારે ગ્રામજનો માદરે વતન આવે છે.ત્યારે ફરાર અને વિવિધ ગુનામાં વોન્ટેડ આરોપીઓ પણ તહેવાર તેમજ લગ્ન પ્રસંગે હાજરી આપવા આવતા હોય છે અને વર્ષોથી પોલીસ આ તક ઝડપી પાડે છે.
પોલીસના બાતમીદારો પણ સક્રિય થઈ જાય છે.
આ સમયમાં પોલીસ પોતાના બાતમીદારોને પણ સક્રિય કરે છે.ત્યારે લીમખેડા પોલીસને મળેલી બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન લીમખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘરફોડ ચોરીનો છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી મુકેશભાઈ ફતિયાભાઈ ખરાડ (રહે. દિવાનીયાવાડ, ખરાડ ફળિયુ, તા.ગરબાડા જિ.દાહોદ) નાને લીમખેડા પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ઝડપી પાડી તેની વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.