અમદાવાદ31 મિનિટ પહેલા
- કૉપી લિંક

ઓઢવમાં પૂર્વ પત્નીના પ્રેમીથી બદલો લેવા પતિએ એસિડ એટેક કરાવ્યો હતો પત્ની અને મિત્રએ આપેલા દગાનો બદલો લેવા પતિએ જ પત્નીના પ્રેમી પર એસિડ એટેક કરાવ્યો હતો જેમાં પ્રેમી અને તેનો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.પતિએ કરાવેલ કારસ્તાનનો પર્દાફાશ થતા પોલીસે આરોપીની કરી ધરપકડ છે.
ઓઢવમાં ઉત્તમસિંગ રાજપુતે પોતાની પત્ની અને મિત્રના અનૈતિક સંબંધનો બદલો લેવા એસિડ એટેક કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.એક્ટિવા ઉપર જતા કેરસિંગ અને કૈલાસ માળી ઉપર એસિડ જેવું પ્રવાહી ફેંકાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.અજાણ્યા 3 આરોપીએ એસિડ એટેક કરતા કેરસિંગે આરોપી ઉત્તમસિંગ પર શંકા વ્યક્ત કરી હતી.જેથી પોલીસે ઉત્તમસિંગની પૂછપરછ કરતા એસિડ એટેકનો ભેદ ઉકેલાયો હતી.ઉત્તમસિંગએ પત્નિ અને મિત્ર સાથે બદલો લેવા એસિડ એટેક કરાવ્યો હતો.
ઘટનાની વાત કરીએ તો આરોપી ઉત્તમસિંગ અને કેરસિંગ બન્ને મિત્ર હતા.રાજસ્થાનથી ઉત્તમસિંગ કેરસિંગને અમદાવાદ લાવ્યો હતો અને પોતાના ઘરમાં રાખ્યો હતો.કેરસિંગના લગ્ન 2020 માં થયેલ પરંતુ પત્ની સાથે મેળ ના મળતા છૂટાછેડા થઈ ગયેલ અને ત્યાર બાદ ઉત્તમસિંગની પત્ની સાથે પ્રેમસંબંધ શરૂ કર્યું.મિત્ર અને પત્નીના અનૈતિક સંબંધની જાણ ઉત્તમસિંગને થતા તેને કેરસિંગને ઘરમાંથી કાઢી મુક્યો.
જેથી પત્નીએ ઉત્તમસિંગને છૂટાછેડા આપીને કેરસિંગ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી.કેરસિંગ કાપડની દુકાન શરૂ કરી હતી અને પ્રેમિકા સાથે સુખી જીવન જીવતો હતો.જેથી પૂર્વ પત્ની અને મિત્રએ દગો આપતા બદલો લેવા ઉત્તમસિંગ એસિડ એટેકનું ષડયંત્ર રચ્યું અને અન્ય મિત્રોની મદદથી એસિડ એટેક કરાવ્યો હતો.એસિડ એટેક, અનૈતિક સંબધ અને બદલાની આ ઘટનામાં ઓઢવ પોલીસે ઉત્તમસિંગની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી. આ ઉપરાંત એસિડ એટેક કરનાર આરોપીઓ શોધખોળ શરૂ કરવામાં આવી છે.