- Gujarati News
- Local
- Gujarat
- Anand
- Dehmi Village In Borsad Humiliated The Women Workers Of The Milk Company, Gave Them Half Of The Fixed Salary And Even Fired Them.
આણંદ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

બોરસદ તાલુકાના દહેમી ગામે આવેલી દૂધ મંડળીમાં ફરજ બજાવતા દંપતિને રાતોરાત છુટા કરી તેને પગાર પણ ન આપી જાતિ વાચક અપમાનીત શબ્દ કહેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે દૂધ મંડળીના સભ્ય સામે ગુનો નોંધ્યો હતો.
દહેમી દૂધ મંડળીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા શેતલબહેન સતિષભાઈનો રૂ. ત્રણ હજાર નક્કી થયો હતો. જ્યારે તેમના પતિ સતીષભાઈ અગાઉ પટ્ટાવાળા હતાં. પરંતુ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા અને ફરી તેમને રૂ.છ હજારના પગારે કામે રાખ્યાં હતાં.શેતલબહેન અને તેમના પતિ સતિષભાઈ 3જી માર્ચના રોજ નોકરી પુરી કરી રાત્રે ઘરે જતા હતા તે સમયે દૂધ મંડળીના સભ્ય ધર્મેન્દ્રસિંહ ચંદ્રસિંહ રાઠોડ તેમને મળ્યાં હતાં અને કાલથી તમારે બન્નેએ નોકરીએ આવવાનું નથી. તમોએ યુનિયનમાં સહી કરી છે. તેથી આવવાનું નથી. આથી, 4થી માર્ચના રોજ શેતલબહેન બાકીનો પગાર લેવા મંડળી પર ગયા હતા તે સમયે સેક્રેટરી સીતાબહેન રાઠોડે તેમને ફક્ત રૂ.1500 જ આપ્યાં હતાં. આથી, શેતલબહેને વિરોધ કર્યો હતો અને રૂ.9 હજાર પગાર નક્કી થયો હોવા છતાં તેમ ઓછો આપો છો ? તેમ પુછતા ધર્મેન્દ્રસિંહને મળવાનું જણાવ્યું હતું. આથી, તેઓ ધર્મેન્દ્રસિંહ પાસે જતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને જાતિવાચક અપમાનિત શબ્દ કહ્યાં હતાં. આ ઉપરાંત શેતલબહેનના પતિને પણ અપશબ્દ કહ્યાં હતાં. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ઢોલો ચંદ્રસિંહ રાઠોડ (રહે. વૃંદાવનનગર-1, દહેમી) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.