જૂનાગઢ મનપામાં માન ધન યોજનાના લાભ માટે અરજદારોને બોલાવ્યા બાદ અલગ યોજનાની વાતો શરૂ કરી દેવાતા અરજદારો રોષે ભરાયા | After calling the applicants for the benefit of Mann Dhan Yojana in Junagadh Municipal Corporation, the applicants were angry that talks of a separate scheme were started. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • After Calling The Applicants For The Benefit Of Mann Dhan Yojana In Junagadh Municipal Corporation, The Applicants Were Angry That Talks Of A Separate Scheme Were Started.

જુનાગઢ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકા પર કેટલાક અરજદારોને આજે ફોન કરી લોનના કામ માટે બોલાવ્યા બાદ ત્યાં સમયસર કામગીરી ન થતા અરજદારો રોષે ભરાયા હતા. જવાબદાર કર્મચારીઓએ લોન માટે નહીં પણ સરકારની અન્ય યોજના માટે બોલાવ્યા હોવાનું કહેતા અરજદારોએ હોબાળો મચાવ્યો હતો.

જુનાગઢ મહાનગરપાલિકા ખાતે જૂનાગઢના શહેરીજનોને મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ફોન કરી લોન આપવાની વાત કહી બોલાવ્યા અને કામ ધંધા બંધ કરી અરજદારો મહાનગરપાલિકા પહોંચ્યા હતા. આ બાબતે અરજદાર એ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા ફોન આવેલ અને લોન માટેની વાત કરવામાં આવી હતી અને તેના માટે જે સબસીડી જમા થાય છે તે માટે અહીં બોલાવવામાં આવ્યા હતા. પરંતુ અહીં પહોંચ્યા તો લોન માટે નહીં પરંતુ બીજી યોજના માટે બોલાવવામાં આવ્યા છે તેવું જણાવવામાં આવ્યું હતું. 10:30 વાગ્યાના અરજદારો મહાનગરપાલિકાએ બેઠા હતા ત્યારે કોમ્પ્યુટર ઓપરેટર 12 વાગે આવે છે . 10:30 વાગ્યાના ટોકન આપી દીધા છે. પરંતુ રજીસ્ટર ગાયબ છે. લાગતા વળગતા સગા વહાલાઓ આવીને એન્ટ્રી પડાવી જાય છે.

બીજા અરજદારે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએથી ફોન આવ્યો હતો કે તમારી લોન પૂરી થઈ ગઈ છે સબસીડી માટે એન્ટ્રી કરાવી જાવ. તે માટે આધાર કાર્ડ અને બેંકની પાસબુક લઈ અહીં આવી જાવ. હું જ્યારે મહાનગરપાલિકા ખાતે પહોંચ્યો ત્યારે કહેવામાં આવ્યું કે શ્રમ કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટની પણ જરૂર પડે છે તેવું જણાવવામાં આવે છે..

તો આવેલા અરજદાર મહિલાએ વહેતી આંખોથી પોતાની વેદના જણાવતા કહ્યું હતું કે 10:00 વાગ્યાના આવીને બેઠા હોવા છતાં પણ અલગ અલગ ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે. ભૂખ્યા તરસ્યા આવીને બેઠેલા અરજદારોએ હલ્લાબોલ મચાવતા કમ્પ્યુટર ઓપરેટરો પણ ઓફિસ છોડી નાસી ગયા હતા.

જુનાગઢ મહાનગરપાલિકામાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે યુસીડી શાખામાં ફરજ બજાવતા નિશાબેન ધાધલ જણાવ્યું હતું કે આજરોજ માન ધન યોજના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ યોજનાની સાઈટ પર નેટવર્ક ઈસ્યુને લઈ અરજદારોને લાભ અપાવી શક્યા નથી. માટે આવેલા અરજદારોના નામ અને આધાર કાર્ડ નંબરની નોંધણી કરેલ હતી. જે તમામ અરજદારોનો ફરીથી સંપર્ક કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post