- Gujarati News
- Local
- Gujarat
- Anand
- A Review Meeting On Synergy Between Agricultural Research And Extension In Central Gujarat Was Held At Anand Agricultural University
આણંદ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, ડૉ. કે. બી. કથીરીયાની અધ્યક્ષતામાં કૃષિ સંશોધન અને વિસ્તરણ વચ્ચે સમન્વય અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આણંદ કૃષિ યુનિવર્સિટીનાં સંશોધન નિયામક અને વિસ્તરણ શિક્ષણ નિયામક, ડૉ. એમ. કે. ઝાલા, નિયામક આઈડીયા, ડો. એસ. ડી. પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મધ્ય ગુજરાતનાં નવ જિલ્લાનાં આત્મા પ્રોજેક્ટનાં પ્રોજેક્ટ ડાયરેક્ટર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને તમામ વડા અને જિલ્લા નોડલ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.

મહત્વનું છે કે, આ સમીક્ષા બેઠક દરમ્યાન ડૉ. કે. બી. કથીરીયાએ જણાવેલ કે કૃષિ સમન્વય અંગે તાંત્રિકતા ખેડૂતો સુધી ઝડપી અને અસરકારક રીતે પહોંચાડવા માટે વિવિધ વિભાગો વચ્ચે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત, તેઓએ જણાવેલ કે, 2023 નું વર્ષ આખા વિશ્વમાં ઇન્ટરનેશનલ મિલેટ યર (આંતરરાષ્ટ્રીય શ્રી અન્ન વર્ષ) તરીકે ઉજવાઈ રહ્યુ છે. જે અન્વયે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો બાજરી, જુવાર, બંટી, બાવટો, કોદરા જેવા પાકોની ખેતી તરફ વળે તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આખા વર્ષનું કેલેન્ડર પણ બનાવવામા આવેલ છે. તેમજ હાલમાં જ પરંપરાગત સુપર ફૂડ મીલેટ વિષય પર મહિલો માટે યોજાયેલ વર્કશોપ અંગે પણ માહિતી આપી હતી.
વધુમાં તેઓએ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવાતી સંશોધન અને વિસ્તરણના પ્રવૃતિઓ અંગે સર્વેને માહિતગાર કરેલ. તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત વિવિધ પાકો જેવા કે, ભીંડા, મરચી, કાકડી, કેળ, ડાંગર, ઘાસચારાની મકાઈ તેમજ તુવેરની તાજેતરમાં વિકસાવવામાં આવેલ જાતો અંગે સંક્ષિપ્તમા માહિતી આપેલ. ડૉ. કે. બી. કથીરીયાએ સમીક્ષા બેઠકના અંતે કૃષિ સંશોધન અને વિસ્તરણ વચ્ચે તાલમેલ વધારી કૃષિની નવીન તજજ્ઞતાઓનો લાભ ખેડૂતોના મોટા સમુદાયને મળે અને તે થકી ખેડૂતોની ઉન્નતિ થાય તેવા પ્રયાસ કરવા અનુરોધ કરેલ.