વડોદરા9 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કુંઢેલા ગામ પાસે નવી બની રહેલી મીમ સિટીમાં રહેતા યુવાને સગીરાને ‘તારી ભાભી બોલાવે છે’ તેમ જણાવી મીમ સિટીમાં બોલાવી હતી અને મીમ સિટીના મકાનમાં સગીરાને લઈ જઈને તેનું મોઢુ દબાવી દુષ્કર્મ આચર્યું હતું. 25 દિવસ પહેલાં બનેલા આ બનાવ અંગે ડભોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ખોટું બોલી સગીરાને બોલાવી
ડભોઇ તાલુકાના કુંઢેલા ગામ પાસે મીમ સિટી બની રહી છે. મીમ સિટીના મકાન નંબર-બી-94માં નવાબ સિંકદર મુલતાની રહે છે. તા.15-2-023ના રોજ તેની પરિચીત સગીરાને ‘તારી ભાભી બોલાવે છે’ તેમ જણાવી મીમ સિટીમાં બોલાવી હતી અને મીમ સિટીના એક મકાનમાં લઈ ગયો હતો અને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
જાનથી મારી નાખવાની ધમકી આપી
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હવસખોર નવાબ સિંકદર મુલતાણીએ દુષ્કર્મનો પ્રયાસ કરતા સગીરાએ પ્રતિકાર કરી બૂમો પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, હવસખોર નવાબ સિંકદરે તેનું મોઢુ દબાવી દીધું હતું અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ સગીરાને આ બાબતની કોઇને જાણ ન કરવા જણાવ્યું હતું. સાથે એમ પણ કહ્યું કે, જો તું આ બાબતની કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ.
માતાએ ફરિયાદ નોંધાવી
હવસખોરે આપેલી ધમકીથી ગભરાઈ ગયેલી સગીરાને પરિવારમાં કોઇને વાત કરી ન હતી. દરમિયાન પરિવારને આ બનાવની જાણ થતાં, સગીરાની માતાએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં દીકરીની જિંદગી બરબાદ કરનાર હવસખોર નવાબ સિકંદર મુલતાની સામે ફરિયાદ નોંધાવી હતી. ડભોઇ પોલીસે હવસખોર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ IUCAW યુનિટ, વડોદરા ગ્રામ્યના પી.આઇ. ડી.જી. તડવી કરી રહ્યા છે. તપાસ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.
ડભોઈ પોલીસ મથકમાં ફરિયાદ
ડભોઈ તાલુકાના કુંઢેલા ગામ પાસે આવેલી મીમ સિટીમાં રહેતા નવાબ સિકંદર મુલતાની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. ડભોઇ પોલીસે હવસખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.