જનરલ બોર્ડમાં ચેકીંગ મુદ્દે ચર્ચા થયા બાદ મસાલા માર્કેટમાં ફૂડ શાખાના દરોડા,આઇસ્ક્રીમ-શીખંડના સેમ્પલ લેવાયા | After discussing the issue of checking in the General Board, food branch was raided in the spice market, samples of ice cream and ice cream were taken. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • After Discussing The Issue Of Checking In The General Board, Food Branch Was Raided In The Spice Market, Samples Of Ice Cream And Ice Cream Were Taken.

રાજકોટ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મહાપાલિકાના ગઇકાલના જનરલ બોર્ડમાં આરોગ્ય અને ટીપી શાખા પર કામગીરી બાબતે શાસક પક્ષના કોર્પોરેટરોએ પસ્તાળ પાડયા બાદ આજથી જ ફૂડ વિભાગની કામગીરીમાં એકાએક એનર્જી વધી ગઇ છે. આજે ઢેબર રોડથી કોઠારીયા રોડના ખુણા સુધી ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ સાથે છેલ્લા દિવસોના સૌથી વધુ 9 નમુના લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આરોગ્યલક્ષી ચકાસણી કરાઈ
આજથી મસાલા માર્કેટમાં પણ ચેકીંગ શરૂ થઇ ગયું છે. મેયર અને કમિશનરે જે સિઝનમાં જે ખાણીપીણીથી લોકોના આરોગ્ય પર ચિંતા સર્જાય તેમ હોય તેવી વસ્તુની ખાસ આરોગ્યલક્ષી ચકાસણી કરવા સૂચના આપી હતી. જેના પગલે આજે આઇસ્ક્રીમ, શીખંડ સાથે લગભગ તમામ વિસ્તારમાં શરૂ થઇ ગયેલી મસાલા માર્કેટમાંથી પણ જુદા જુદા મસાલાના નમુના પણ લેવામાં આવ્યા છે.

આ સ્થળો પર નૂમના લેવાયા
આજે તંત્ર દ્વારા જે 9 સેમ્પલ લેવામાં આવ્યા તેમાં શીતલ આઈસ્ક્રીમ અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ પ્રિયા એન્ટરપ્રાઇઝ, ધનશ્યામ ઇન્ડ. એરિયા શેરી નં.4, વિરાણી અઘાટ, હળદર પાવડર દ્વારકાધીશ એજન્સી, ભાવનગર રોડ, પાંજરાપોળ પાસે, જીરૂ જલારામ સુપર માર્કેટ, ભાવનગર રોડ, પાંજરાપોળ પાસે, ધાણી જલારામ સુપર માર્કેટ , ભાવનગર રોડ, પાંજરાપોળ પાસે, ફ્રૂટ શિખંડ પટેલ સ્વીટ ડેરી ફાર્મ, સુવર્ણ ભૂમી, અંબિકા ટાઉનશીપ,સાદો શિખંડ પટેલ સ્વીટ ડેરી ફાર્મ, સુવર્ણ ભૂમી, અંબિકા ટાઉનશીપ, બટરસ્કોચ શિખંડ પટેલ સ્વીટ ડેરી ફાર્મ, સુવર્ણ ભૂમી, અંબિકા ટાઉનશીપ, કેશર શિખંડ પટેલ સ્વીટ ડેરી ફાર્મ, સુવર્ણ ભૂમી, અંબિકા ટાઉનશીપ અને મરચું પાવડર દ્વારકાધીશ એજન્સી, ભાવનગર રોડનો સમાવેશ થાય છે.

રખડતા અને અડચણરૂપ 377 પશુઓ પાંજરે પુરાયા
રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. જેના ભાગરૂપે મનપા દ્વારા તા.13-03થી 20-03-2022 સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 377 પશુઓને પકડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…