મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક
હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં કામ કરતા અગરિયાઓ વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવા એકત્ર થયા હતા. જે મિટિંગમાં અગરિયાઓને સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં ભરતીનું પાણી રોકવા, સેફ્ટી પાળો બાંધવા, અભયારણ્ય વિભાગે વાંધો લેતા અગરિયાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સામુહિક રીતે રજૂઆત કરવાનું નક્કી કરી માર્ચ મહિનામાં સૂરજબારીથી ભરતીનું પાણી રણમાં આવે છે. જેમાં ઘાટીલા, જોગડથી ટીકર સુધીના અગરો સૂધી પહોંચી જાય છે. વર્ષોથી અગરિયા સ્વખર્ચે માટીનો સેફ્ટી પાળો બાંધી પોતાનું અગર બચાવી લેતાં હતાં. પણ આ વર્ષે અભયારણ્ય વિભાગે આવો પાળો બનાવવા અગરિયાઓને અટકાવ્યા હોવાથી અત્યારે અગરિયા વધુ એક મુંઝવણ અનુભવી રહ્યા છે.
હાલમાં પવનનો વેગ જોરદાર હોવાથી પાણી છેક અગરો સુધી આવી પહોંચ્યું છે. ત્યારે જો પાળો બાંધવા નહીં દે, તો અગરિયાના મોઢામાં આવેલો કોળીયો ઝુંટવી લીધા જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે. અગરિયા NGT તેમજ હાઇકોર્ટમાં રણ અંગે થયેલા કેસ વિશે ચર્ચા કરી અને અભયારણ્ય વિભાગ દ્વારા હક્ક દાવા મંજૂર થયેલા અગરિયાઓને કાયદેસર ગણવા, તેમજ રણના અગરિયાઓ પાસે પુરાવા માંગવા, અન્ય રણ વિસ્તારોમાં અગરિયાઓને ગેરકાયદેસર ગણી બહાર કાઢવાની અભયારણ્ય વિભાગ દ્વારા થયેલા પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.