- Gujarati News
- Local
- Gujarat
- Botad
- A Peace Committee Meeting Was Held At Botad Police Station On Ram Navami, Mahavir Jayanti And The Upcoming Festivals Of Ramzan In The Coming Days.
બોટાદએક કલાક પહેલા
- કૉપી લિંક
આજરોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ, ખરાડી સાહેબની અધ્યક્ષથામાં આગામી રામનવમી તથા મહાવીર જયંતી તથા હાલ ચાલી રહેલા રમજાન માસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં પી.એસ.આઈ અસોડા સાહેબ તથા હરદેવસિંહ તથા અરવિંદભાઈ તથા બોટાદ શહેરના હિન્દુ, મુસ્લિમ, જૈન દરેક સમાજના આગેવાનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતી રહી હતી. દરેક સમાજના આગેવાનોએ ખાત્રી આપેલી કે બોટાદમાં આ રમજાન માસ તથા રામનવમી તથા મહાવીર જયંતી પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતાથી ભાઈચારાથી દરેક તહેવાર ઉજવાશે તેવા ઉમદા હેતુ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો હાજર રહેલા અને શાંતિ પૂર્ણ માહોલમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા તથા વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળના પ્રખર મોન્ટુભાઈ માળી તથા દલસુખભાઈ અમદાવાદી તથા મુસ્લિમ સમાજ આગેવાન હબીબભાઈ જાંગડ તથા સરીફભાઈ વડીયા તથા સલુભાઈ કમરૂભાઈ શેઠ વગેરે અન્ય મહાનુભાવો બહોળી સંખ્યામાં ખાસ હાજર રહેલા હતા.