અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે નરોડા પોલીસ મથકમાં છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલાએ એવી રજૂઆત કરી છે કે, પોલીસ કોન્સ્ટેબલે ‘હું તમને પ્રેમ કરું છું, મારે તમારી સાથે પ્રેમસંબંધ બાંધવો છે,’ તેમ કહીને અવારનવાર હેરાન પરેશાન કરતો હતો. ઉપરાંત અલગ-અલગ મોબાઈલ નંબર તથા ઓફીસના ફોનથી ફોન કરીને પોલીસ કોન્સ્ટેબલ મહિલા સાથે પ્રેમસંબંધ બાંધવા માટે માંગણી કરતો હતો.
‘મારે તમારી સાથે પ્રેમસંબંધ બાંધવો છે’
નિકોલ વિસ્તારમાં રહેતી રેખા (નામ બદલ્યું છે) જ્યારે દેવસ્ય સ્કૂલ નજીક રહેતી હતી. ત્યારે તેમની નજીક પોલીસમાં નોકરી કરતા જયરાજ વાળા રહેતો હતો. જેથી બંને વચ્ચે ઓળખાણ થઈ હતી. થોડા સમય બાદ જયરાજે રેખાને કહેવા લાગ્યો હતો કે, હું તમને પ્રેમ કરું છું, મારે તમારી સાથે પ્રેમસંબંધ બાંધવો છે, તેમ કહીને અવારનવાર હેરાન કરતો હતો અને રેખા સાથે પ્રેમસંબંધ રાખવા માંગણી કરતો હતો. એટલું જ નહીં, અલગ-અલગ મોબાઈલ નંબર તથા ઓફીસના ફોનથી ફોન કરીને હેરાન કરતો હતો. જેથી રેખાએ પહેલાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
‘મારી સાથે પ્રેમસંબંધ બાંધવાની કેમ ના પાડે છે?’
બીજી માર્ચના રોજ બપોરે અઢી વાગ્યાની આસપાસ રેખા એક્ટીવા લઈને તેની દીકરીને લેવા માટે ગઇ હતી, ત્યારે જયરાજ ત્યાં આવીને રેખાના એક્ટિવાની ચાવી લઇ લીધી હતી અને એક્ટીવા પર બેસીને કહેવા લાગ્યો હતો કે, તું મારી સાથે પ્રેમસંબંધ બાંધવાની કેમ ના પાડે છે? તેમ કહી બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. રેખાએ ગાળો બોલવાની ના પાડતા જયરાજે ધમકી આપી હતી કે, તું જો મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ. રેખા જ્યારે પણ તેની દીકરીને લેવા માટે સ્કૂલ પર જાય ત્યારે આરોપી તેની પાસે આવીને શરીર સંબંધ બાંધવાની માંગણીઓ કરીને પણ હેરાન પરેશાન કરતો હતો.
‘હું તને તારા પરિવારને જાનથી મારી નાખીશ’
એટલું જ નહીં, તું મારું કહ્યું કેમ માનતી નથી, મારું કહેલું માનવું જ પડશે. મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે, તેમ કહી ગાળો બોલતો હતો. તેમજ ધમકી આપી હતી કે, જો તું મારું કહ્યું માનીશ નહીં તો હું તને તારા પરિવારને જાનથી મારી નાખીશ. જે બાબતની જાણ રેખાએ તેના પતિને કરતા નરોડા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ જયરાજ સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.