- Gujarati News
- Local
- Gujarat
- Anand
- Gambhir Hitting An Iron Pipe On The Head Of An Electricity Worker In Anand, While Trying To Collect The Outstanding Bill, The Customer Teased
નડિયાદ2 કલાક પહેલા
- કૉપી લિંક

આણંદ શહેરની રોયલ સીટી રોડ પર આવેલી મિજાન સોસાયટીમાં વીજ બિલના બાકી નાણા સંદર્ભે ગયેલા વીજ કર્મચારીને ઘર માલીકે માથામાં લોખંડની પાઇપથી જોરદાર ફટકો મારતાં ગંભીર ઇજા પહોંચી હતી. આ હુમલામાં ઘવાયેલા કર્મચારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બનાવ સંદર્ભે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદમાં વીજ કંપની દ્વારા બાકીદારો સામે કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે કર્મચારીઓને ઘરે ઘરે ફરી બાકીદારોને વિજબિલ ભરવા તાકીદ કરવામાં આવી રહી છે. જો કોઇ બાકીદાર વિજબીલ ન ભરે તો તેનું જોડાણ કાપી નાંખવા સુધીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આ ઝુંબેશના ભાગરૂપે શહેરના રોયલ સીટી રોડ પર આવેલી મિઝાન સોસાયટીમાં રહેતો ફારૂક વ્હોરા ઉર્ફે ફર્કોનું રૂ.1800નું બાકી બીલ હોવાથી વીજ કંપનીના કર્મચારી રાજુભાઈ ચંદુભાઈ રાઠોડ તેના ઘરે પહોંચ્યાં હતાં. તેઓએ બાકી વીજબીલના નાણાની ઉઘરાણી કરી હતી. જેથી ફારૂક વ્હોરા ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કરવા પર ઉતરી આવ્યો હતો. આ ઝઘડામાં રાજુભાઈએ અપશબ્દ બોલવાની ના પાડતા તે વધુ ઉશ્કેરાયો હતો અને ઘરમાંથી લોખંડની પાઇપ લાવી સીધી માથામાં મારી દીધી હતી. જેના કારણે રાજુભાઈને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ લોહી લુહાણ હાલતમાં ફસડાઇ પડ્યાં હતાં. આ ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને રાજુભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બીજી તરફ ઘટનાની ગંભીરતાના પગલે વીજ કંપનીના અધિકારીઓ પણ હોસ્પિટલ પર પહોંચ્યાં હતાં. આ અંગે મોડી સાંજે આણંદ શહેર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.