સુરત36 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરત કોર્પોરેશનની ફાઈલ તસવીર.
હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી સાથે આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર આવશે. તેની સાથે મહાવીર જયંતિનો તહેવાર પણ આવી રહ્યો છે. આ દિવસે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવામાં આવશે.
30 માર્ચે રામનવમી અને 4 એપ્રિલે મહાવીર જયંતી
આ અંગે સુરત મહાનગરપાલિકાએ એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી અને મહાવીર જયંતીના દિવસે સુરત મહાનગરપાલિકાના તમામ કતલખાના બંધ રહેશે. આગામી તા. 30-3-2023ને ગુરૂવારના રોજ ‘રામનવમી’ અને તા. 4-4-2023ને મંગળવારનાં રોજ ‘ મહાવીર જયંતિ’ છે.
મટન-બીફ વેચનાર તમામ લાયસન્સ હોલ્ડરો માટે આદેશ
આ દિવસે નિમિત્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સલાબતપુરા અને રાંદેર કતલખાના બંધ રહેશે. જેની મટન-બીફ વેચનાર તમામ લાયસન્સ હોલ્ડરોએ નોંધ લેવી. સુરત મહાનગરપાલિકાની સુચનાનો ભંગ કરવા બદલ જે તે ઈસમો સામે ધી બી.પી.એમ.સી. અને બોમ્બે પોલીસ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.