Thursday, March 9, 2023

મૂળીના ભીટ ગામની સીમમાં ગેરકાયદે પથ્થરો કાઢવા બ્લાસ્ટિંગ કરાતું હોવાનો આક્ષેપ, મહિલા ખેડૂતે વીડિયો બનાવી રજૂઆત કરી | Allegation of illegal stone blasting in the vicinity of Muli Bhit village, woman farmer made a video presentation | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર33 મિનિટ પહેલા

સુરેન્દ્રનગરના મૂળીની સીમમાં ગેરકાયદે પથ્થરોની ખાણ ધમધમતી હોવાનો અને ખાણમાં થતા બ્લાસ્ટિંગના કારણે આસપાસના ખેડૂતોને નુકસાન થતું હોવાનો મહિલા ખેડૂતે આક્ષેપ કર્યો છે. મહિલા ખેડૂતો વીડિયો બનાવી ખાણખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. જો ગેરકાયદે ખનન બંધ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

બ્લાસ્ટિંગના કારણે પાણીના તળ નીચે ગયા
મહિલા ખેડૂત દ્વારા જે વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, પોતાના ખેતરની આસપાસ બેરોકટોક થઈ રહેલા બ્લાસ્ટિંગના કારણે ભૂગર્ભ જળ નીચે જતા રહ્યા છે. જેના કારણે તેઓની ખેતી પર સંકટ ઉભું થયું છે.

ખેડૂતોની જાયે તો જાયે કહા જેવી સ્થિતિ
મૂળીના ભીટ ગામની સીમમાં થઈ રહેલા બ્લાસ્ટિંગના કારણે એક તરફ ભૂગર્ભ જળ નીચે ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. તો બીજી તરફ આસપાસના ખેડૂતોના મકાનની દીવાલોમાં પણ તિરાડો પડી હોવાની વિગતો સામે આવી છે.

મહિલાએ તંત્ર સામે સવાલ ઉભા કર્યા
ખનીજ માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી થશે તેવો વેધક સવાલ મહિલાએ કર્યો છે. એક તરફ વન અને જમીનની સાચવણી માટે સરકાર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવે છે. પરંતુ બીજી તરફ મુળીના ભીટ ગામમાં જૂદી જ હકીકત જોવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનુ ખાણ ખનીજ વિભાગ આવા ખનીજ માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી કરશે ? તે સવાલ છે. જો ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી નહી થાય તો ઉપવાસ પર બેસવાની ખેડૂત મહિલાની તૈયારી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: