- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- When The Police Team Went On Patrol, The Victim Told The Entire Story; The Police Registered A Crime And Arrested The Father
મોરબી21 મિનિટ પહેલા
- કૉપી લિંક

ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સંબંધોને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ભોગ બનનાર દીકરીનો બાપ સગીરાનો દેહ અભડાવી, મારકૂટ કરીને ધમકી આપતો હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જે ફરિયાદને પગલે પોલીસે આરોપી પિતાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથધરી છે.
ટંકારાના ગ્રામ્ય પંથકની રહેવાસી ભોગ બનનારે પિતા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, યુવતી સગીર વયની હતી, ત્યારથી એટલે તેનો સગો બાપ સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી સગીરા સાથે મારકૂટ કરતો હતો અને ધમકી આપતો હોવાની ફરિયાદ ભોગ બનનારે નોંધાવી હતી. જેથી ટંકારા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી હતી. આરોપી પિતાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.
કેવી રીતે થયો સમગ્ર ખુલાસો?
ટંકારા પોલીસની ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ભોગ બનનાર યુવતી તેની પાસે આવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે, તેને ઘરે ગમતું નથી અને સાથે લઇ જાવ કહેતા ટંકારા પોલીસે સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. બે દિવસ પૂર્વે કાઉન્સેલિંગ માટે લાવ્યા હતા. જ્યાં તેણે સમગ્ર આપવીતી જણાવી હતી અને સખી વન સ્ટોપ સેન્ટરમાંથી ટંકારા પોલીસને સમગ્ર બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી ટંકારા પોલીસે આરોપી પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી નરાધમ પિતાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.