વૈશ્ય અને સથવારા કડીયા જ્ઞાતિની જગ્યામાં વર્ષોથી સાધુએ કબજો જમાવ્યાનો આક્ષેપ, લેન્ડ્ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા કલેટકરને અરજી કરાઈ | Allegation that Sadhu has been occupying the land of Vaishya and Sathwara Kadiya caste for years, an application has been made to the Collector to take action under Land Grabbing. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Allegation That Sadhu Has Been Occupying The Land Of Vaishya And Sathwara Kadiya Caste For Years, An Application Has Been Made To The Collector To Take Action Under Land Grabbing.

પાટણ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરમાં આવેલી વૈશ્ય તથા સથવારા કડિયા જ્ઞાતિની લખીની વાડીની જગ્યાનો વિવાદ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. સમાજના આગેવાનો દ્વારા સાધુએ વાડીમાં ગેરકાયદે કબજો જમાવ્યાનો આક્ષેપ કર્યો છે. આ મામલે સમાજના ટ્રસ્ટીઓ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠલ કાર્યવાહી કરવાની માગ સાથે કલેકટરને અરજી કરવામાં આવી છે.

પાટણ શહેરમાં મહેનતકશ અને બાંધકામ ક્ષેત્રે મોટો ફાળો આપનાર સમાજ એવા કડીયા–સથવારા જ્ઞાતિની વાડી જે મીરા દરવાજા થી પદ્મનાભ મંદિર તરફ જવાના માર્ગ પર સાઈબાબા નગરની પાસે આવેલી લખીની વાડી તરીકે ઓળખાય છે.તે વાડીમાં જ્ઞાતિનું ટ્રસ્ટ આજથી પાંચ દાયકા પહેલા બન્યું હતું.પરંતુ જે તે સમયના ટ્રસ્ટીના વારસદારો એ પેઢીનામું ખોટું બનાવીને લોભ લાલચમાં આવી આ સમાજના ટ્રસ્ટની જગ્યા એક સાધુને બક્ષીસ ગીરો પેટે લખી આપ્યા બાદ તે સાધુ દ્વારા આ સમાજ ટ્રસ્ટની જગ્યા ઉપર પગદંડો જમાવતા અને આ વિવાદિત પ્રશ્ન ઉભો થતા સમાજના નવીન ટ્રસ્ટીઓએ આ મામલે કોર્ટ કચેરી એ મામલો પહોંચાડતા કોર્ટ દ્વારા કડીયા – સથવારા જ્ઞાતિ ટ્રસ્ટ ની તરફેણ માં ચુકાદો આપ્યો હોવા છતાં માથાભારે એવાં ટ્રસ્ટીની જગ્યામાં પગદંડો જમાવીને બેઠેલા સાધુ એ સાધુતા છોડીને દબાણ કર્યુ હોવાનો સમાજના ટ્રસ્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

ત્યારે કાયદાકીય રીતે જ્ઞાતિના ટ્રસ્ટી મંડળ સહિત આગેવાનો દ્વારા કબજો જમાવી બેઠેલા સાધુ પાસેથી આ વાડીનો કબજો પરત લેવા અને અત્રેના સાધુ દ્વારા સમાજ ટ્રસ્ટની આ જગ્યા ઉપર ગેરકાયદે ધાર્મિક પ્રવૃતિ કરી રહ્યા હોવાની બાબતે સથવારા કડીયા સમાજ દ્વારા વિરોધ નોંધાવીને આ પ્રવૃતિ અટકાવવા આ સાધુ સહિત અન્ય બે વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…