સુરત7 મિનિટ પહેલા
- કૉપી લિંક
કોંગ્રેસ દ્વારા ધારણા કરાતા પોલીસે અટકયાત કરી
સુરતમાં કોંગ્રેસના ધરણા શરૂ થયાની બે જ મિનિટમાં પોલીસ ત્રાટકી હતી. પોલીસે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અગ્રણી કાર્યકરો, નેતાઓની ધરપકડ કરી છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
ધરણાની શરૂઆત થતા જ પોલીસ ત્રાટકી
જો કે, કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમની શરૂઆત થતાની બીજી મિનિટે પોલીસ ત્રાટકી હતી, અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી. સુરત શહેરના પ્રમુખ સહિત કોંગ્રેસના નેતાઓ તેમજ અલગ અલગ હોદ્દેદારો કોંગ્રેસ કાર્યાલય ઉપર એકત્રિત થયા હતા અને ધરણાની શરૂઆત કરી રહ્યા હતા. કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત કાર્યકર્તાઓની ટિંગાટોળી કરી પોલીસે અટકાયત કરી હતી.
મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો
માનહાની કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે બે વર્ષની સજા સંભળાવ્યા બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે સુરત ચોક બજાર ખાતે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસે ધરણાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પરંતુ કોંગ્રેસના ધરણા કાર્યક્રમની શરૂઆત થતા બીજી જ મિનિટે પોલીસ ત્રાટકી કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી. બીજી બાજુ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ કરતા 10 ગણો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ ધરણા કરી પોતાનો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકર્તા, મહિલાઓની અટકાયત કરી હતી.
સરકારની દમનશાહી વિરૂદ્ધ અમે લડીશું: કોંગ્રેસ
સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું કે, રાહુલ ગાંધી સ્પષ્ટ કહ્યું છે કે, આ તાનાશાહી સરકાર સામે અમે ઝુકીશું નહીં અને અંતિમ શ્વાસ સુધી લડાઈ લડીશું. કોંગ્રેસનો અવાજ દબાવવા માટે સરકાર વિવિધ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. પરંતુ અમે પણ સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ કે તેઓ ગમે તેટલા ઝુલમ ગુજારે અને તાનાશાહી નિર્ણયો કરે પરંતુ અમે કરોડો દેશવાસીઓ માટે અવાજ ઉઢાવતા રહીશું.