અંબાજી7 મિનિટ પહેલા
- કૉપી લિંક
હવામાન વિભાગની આગાહી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતો ચિંતિત થયા છે. ત્યારે કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. હાલમાં અંબાજી દાંતામાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અંબાજી દાંતા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત છે. તો અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં તેજ હવા સાથે વરસાદની શરૂઆત થઈ છે. જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ પણ સર્જાઈ રહ્યી છે. દિવસ દરમિયાન યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.
આજે વેહલી સવારથી યાત્રાધામ અંબાજી અને આજુ બાજુના વિસ્તારોમાં કાળા વાદળ છવાયા હતા. ત્યારે બપોર પછી એકાએક કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. ભારી પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વારંવાર કમોસમી વરસાદથી ખેડૂતોને આ વર્ષે ભારી નુકસાન થયું છે. ત્યારે લોકોના ઉભા પાકને પણ નુકસાન થયું છે.