જુનાગઢએક કલાક પહેલા
- કૉપી લિંક
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના એક કેસમાં સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકાર્યા બાદ સાંસદની સદસ્યતા રદ કરી દેવામાં આવી છે. આ ઘટનાને લઈ આજે જૂનાગઢના કેશોદમાં યુથ કૉંગ્રેસ દ્વારા રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. પોલીસે દ્વારા વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના એક કેસમાં સુરત કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરી દેવાતા કૉંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં યુથ કૉંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા કૉંગ્રેસના કાર્યકર્તાઓની ટીંગાટોળી અટકાયત કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે…