બોરસદના ગઠિયો ઓનલાઇન ખરીદી માટે કોલ કરતાં ગ્રાહકોને પોતાના અંગત ખાતામાં નાણાં મંગાવતો હતો | Borsad's gathio used to call customers for online purchases and ask for money in his personal account | Times Of Ahmedabad

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક

બોરસદના અલારસા ગામે રહેતો યુવક ઓન લાઇન ખરીદી માટેના પોર્ટલ વન શોપ ડીલ્સમાં ફરજ બજાવતો હતો. આ યુવકના સંપર્કમાં આવતા ગ્રાહકો પાસે તે ખરીદી પેટે કંપનીના બદલે પોતાના ખાતામાં નાણા મંગાવી વસ્તુ મોકલતો હતો. આ અંગે કંપનીને ફરિયાદ મળતાં 5 જેટલા ગ્રાહક પાસેથી રૂ.1.48 લાખ જેવી રકમ પડાવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

વિદ્યાનરગના કૃષ્ણ બંગ્લોમાં રહેતા ચિન્મય દેવેન્દ્રકુમાર જોષી છેલ્લા નવેક વર્ષથી આણંદ એવી રોડ, મારૂતી સંકલ્પ ખાતે Oneshopedeals.com નામની ઓફિસ કરી છે. જેમાં વેબસાઇટ ઉપર ઓનલાઇન શોપીંગની ઇમ્પોર્ટેડ વસ્તુઓનું વેચાણ કરે છે. તેઓએ કસ્ટમર સર્વિસ માટે જૈમીન દીપકકુમાર ધોળકીયાને છેલ્લા એકાદ વર્ષથી નોકરી પર રાખ્યો હતો.જે કસ્ટમર સર્વિસ ફોન નંબર તથા ઓફિશીયલ વ્હોટ્સઅપ નંબરનો ઉપયોગ કસ્ટમર સર્વિસ માટે કરતો હતો.

આ દરમ્યાન છ એક મહિના પહેલા જૈમીન ધોળકીયા પાસે કસ્ટમર સર્વિસ ફોન ચેક કરતાં અને વેબસાઇટની ઓર્ડર નોટ્સ ચેક કરતા ધ્યાનમાં આવ્યું હતું કે, જૈમીન પોતાનું કામ બરાબર રીતે કરતો ન હતો. કસ્ટમર સર્વિસ ફોન દ્વારા કસ્ટમર સમયમર્યાદામાં વસ્તુ મોકલી આપવાની સર્વિસમાં મોડું કરતો તથા સરખો જવાબ આપતો ન હોવાનું જણાયું હતું. આ ઉપરાંત ઓર્ડર નોટ્સ પોતે લખતો ન હોવાનું જણાઇ આવતા કસ્ટમર સર્વિસનો ઓફિશીયલ નંબર પર કસ્ટમરના ઓર્ડર બાબતે ચેટીંગ દરમિયાન પોતાનો પર્સનલ મોબાઇલ નંબર આપી તેનો સીધો સંપર્ક કરી ખોટા ઇન્ટરનેશનલ ટ્રેકીંગ્સ નંબર આપતો હતો. આથી, કંપનીના રીવ્યુ ખરાબ મળવા લાગતાં ચિન્મય જોષી ચોંકી ગયાં હતાં. આથી, તેઓએ જૈમીન ધોળકીયાને નોકરીમાંથી કાઢી મુક્યો હતો અને કસ્ટમર સર્વિસનું તમામ કામ જાતે જ કરવાનું શરૂ કર્યું હતું.

આ દરમિયાન તેમને વિવિધ ફરિયાદો મળી હતી. જેમાં પાંચેક ગ્રાહકો પાસેથી જૈમીને પોતાના અંગત ખાતામાં નાણા મંગાવી વસ્તુ મોકલી નહોતી.આ અંગે જૈમીનની પુછપરછ કરતાં તેણે ગ્રાહકો પાસેથી કુલ 1,48,708 રૂપિયા અંગત એકાઉન્ટમાં મંગાવી બારોબાર વાપરી નાંખ્યાં હતાં. આ અંગે ચિન્યમ જોષીએ સાયબર પોલીસ મથકે જૈમીન દીપકકુમાર ધોળકીયા (રહે. અલારસા) સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…