Saturday, March 11, 2023

જામનગર શહેરના લાલ બંગલા સર્કલ ખાતે બેંકનું ખાનગીકરણ તેમજ અદાણી મામલે કોંગ્રેસ દ્વારા ધરણા યોજી સૂત્રોચાર કર્યા | At Lal Bangla Circle in Jamnagar city, Congress staged a sit-in on the issue of bank privatization and Adani and raised slogans. | Times Of Ahmedabad

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગર શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ લાલ બંગલા સર્કલ ખાતે ‘અદાણી મોદી ભાઈ ભાઈ’ બેંક બચાવો દેશ બચાવોના સૂત્રચાર સાથે ધરણાં યોજવામાં આવ્યાં હતા. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા.

દેશની ગરીબ પ્રજાના નાણાં ડુબાડનાર અદાણી કૌભાંડના વિરોધમાં યોજાયેલાં આ ધરણા કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ કુંભરવડિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મુસડીયા, જામ્યુકોના વિરોધપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર જેનબબેન ખફી, કોંગ્રેસ મહિલા અગ્રણી સારા મકવાણા સહિતના કાર્યકરો જોડાયા હતા. અદાણી સાથે કેન્દ્ર સરકારની સાંઠગાંઠના વિરોધમાં જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલમાં ધરણાં યોજવામાં આવ્યાં હતા. તેમજ અદાણી-મોદી ભાઇ- ભાઇ અને બેન્ક બચાવો, દેશ બચાવોના નારા લગાવવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: