ભાવનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
પર્યાવરણને ખૂબ જ હાનિ પહોંચાડતા 50 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે છતાં ભાવનગરમાં તેનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, જેને લઈ આજરોજ મનપા કમિશનરે પ્લાસ્ટિક ચેકીંગ ડ્રાઇવમાં પીરછલ્લા વોર્ડમાંથી 8 આસામીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયા હતો.
વેપારીઓ આવા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું નામ નથી
વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ખરીદીને ગ્રાહકોને ઝબલા આપવામાં આવે છે. આ મામલે કોર્પોરેશન દ્વારા લગાતાર કાર્યવાહી ચાલી રહી છે છતાં વેપારીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું નામ નથી લેતા જેના ભાગરૂપે આજે કમિશનરે પ્લાસ્ટિક સંદર્ભે ડ્રાઈવ ગોઠવીને ભાવનગરના 8 આસામીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 250 કિલોનો જથ્થો ઝડપી લઇ રૂપિયા 14 હજારનો દંડ કર્યો હતો.
શહેરના મુખ્ય બજારમાં ચેકીંગ
કમિશનર એન.વી. ઉપાધ્યાયએ સ્ટાફને રાખીને શહેરના પીરછલ્લા વોર્ડ નંબર 5 માંથી એમ.જી રોડ, ખારગેટ, શેલારશા સહિતના સ્થળોએ મનપા દ્રારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 8 આસમીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 250 કિલોનો જથ્થો મળી આવ્યો હતો તેની પાસેથી રૂપિયા 14 હજાર દંડ કરી જથ્થો જપ્ત લેવાયો હતો,