Header Ads

નડિયાદના હાથજમાં પેઢીનામામાં વારસો છુપાવી નાનાભાઈએ ખોટા પેઢીનામાથી જમીન પોતાના નામે કરવાનો કારસો રચ્યો | By hiding the inheritance in the generation name in the hands of Nadiad, Nanabhai hatched a plan to transfer the land to his own name using the wrong generation name. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • By Hiding The Inheritance In The Generation Name In The Hands Of Nadiad, Nanabhai Hatched A Plan To Transfer The Land To His Own Name Using The Wrong Generation Name.

નડિયાદ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નડિયાદના હાથજ ગામે માતા-પિતાના અવસાન બાદ નાના ભાઈએ મિલકત હડપવાનો કારસો રચ્યો છે. જેમા સગાભાઈએ ખોટું પેઢીનામુ બતાવી ભાઈ તેમજ બહેનોને પેઢીનામામા બાકી રાખી ખેતીલાયક જમીનમાં ખોટી વારસાઈ કરાવી પોતાનું નામ દાખલ કરી દીધું હોવાનું બહાર આવતા આ બાબતે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

નડિયાદ તાલુકાના હાથજની નવી મુવાડી ખેતરમાં રહેતા 70 વર્ષિય અભેસિંહ બબાભાઇ સોઢાને ચાર ભાઇ-બહેન છે. જેમાં સૌથી મોટા મણીબેન પછી ઇશ્વરભાઇ પછી અભેસિંહ આવે અને છેલ્લે રમેશભાઇ આવે છે. માતા-પિતાના અવસાન બાદ પિતાની મિલકત વારસાઇ કરાવવાની હોય જેથી વર્ષ 2014માં પિતાના વારસદારોનું પેઢીનામું કરાવી મિલકત વારસાઇ કરાવા જતા તેમાં બ્લોક/સર્વે નં, 472, 474, ,449, 501 વાળી મિલકતમાં પિતા બબાભાઇ ફતાભાઇ સોઢાનું સાચુ નામ ચાલતુ હતુ, અને બ્લોક/સર્વે નં.487માં બબાભાઇ ફતાભાઇ સોઢાની જગ્યાએ સરકારી રેકર્ડમાં બબાભાઇ ફુલાભાઇ સોઢાનું નામ લખાયેલ હોય જેથી બ્લોક/સર્વે નં.487 સિવાયનો ઉપરનો ચાર બ્લોક/સર્વે નંબરોની વારસાઇ કરાવી હતી.

જ્યારે બ્લોક સર્વે નંબર 487માં નામમા ક્ષતિ હોય નામમાં સુધારો કરવાનો હોય તેમાં વારસાઈ બાકી રાખી ક્ષતિ સુધારાની પ્રક્રિયા કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. વર્ષ 2015માં મામલતદાર દ્વારા ક્ષતિ સુધારણાનું હુકમ કરતા નામ સુધરી ગયું હતું. આ બાદ અભેસિંહએ આ બ્લોક/સર્વે નં.487 વાળી મિલકત વારસાઇ કરાવવાની હોય અને ક્ષતિ સુધરેલ નકલ મેળવવા જતા જાણવા મળેલ કે, આ બ્લોક/સર્વે નં. 487 વાળી મિલકતની વારસાઇ નોંધ થઇ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

અભિસિંહએ વારસાની નોંધની વિગતો ચેક કરવાતા તેઓ ખુદ ચોકી ઉઠ્યા હતા
કારણકે તેમના ભાઈ રમેશભાઈએ નવું પેઢીનામુ બનાવીને પોતાના પિતાના વારસાઈમાં પોતાની માતા અને પોતે બંને જ વારસદાર હોવાનું દર્શાવ્યું હતું. પેઢીનામામાં પુત્રીઓ નથી એ પણ દર્શાવ્યું હતું આમ રમેશભાઈએ બાકીના વારસદારોને બાકી રાખીને નવું પેઢીનામુ બનાવીને વારસાઈ કરી બ્લોક સર્વે નંબર 487 વાળી જમીન પોતાના નામે કરી લીધી હતી. આ બાબતે જિલ્લા કલેકટરના શીટ શાખામાં અરજી કરાઈ હતી. જેથી શીટ શાખાએ તમામ દસ્તાવેજો તપાસ કર્યા બાદ ગુનો ધ્યાનમાં આવતા આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસને હુકમ કરતા અભેસિંહે આ મામલે પોતાના નાના ભાઈ રમેશભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…
Powered by Blogger.