Header Ads

ગુરુકુલના સંતે લખેલા સંસ્કૃત ગ્રંથને દક્ષિણ ભારતની રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યો | A Sanskrit treatise written by a gurukul saint was published by the National Sanskrit University of South India | Times Of Ahmedabad

સુરત23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સ્વામિનારાયણ ગુરુકુલ સંત સંસ્કૃત પાઠશાળાના પ્રધાનાચાર્ય સ્વામી સ્વરૂપદાસજી લિખિત પ્રસ્થાનત્રયી ગ્રંથોનું પ્રકાશન રાષ્ટ્રીય સંસ્કૃતિ યુનિવર્સિટી તિરુપતી દ્વારા કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારતની પ્રથમ અને ભારતીની દ્વિતીય કક્ષાની આ યુનિવર્સિટીમાં 5000 ઉપરાંત યુવાનો તેમજ યુવતીઓ પી.એચ.ડી. સુધી સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કરે છે.

આ પ્રકાશનનો કોર્ષ રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય તિરૂપતિ દ્વારા ચલાવવામાં આવે છે. જેથી ભારતીય સંસ્કૃતિના રક્ષક આ વિદ્યાર્થીઓ સ્વામિનારાયણ ભગવાનના વેદાંતના સિદ્ધાંતોને સારી રીતે જાણી શકે અને તેનો સમાજમાં પ્રસાર, પ્રચાર કરી શકે. આવા ઉમદા હેતુથી સરકારી નિયમાનુસાર રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી તિરૂપતિના વાઈસ ચાન્સેલર જી.એસ. આર. કૃષ્ણમૂર્તિ, યુનિવર્સિટીના રજીસ્ટાર તથા વિદ્વાન ડો. શ્રીપાદ ભટ, વિશિષ્ટાદ્ધેત મતના મૂર્ધન્ય પંડિતવર્ય રાઘવનજી, પ્રભુસ્વામી વગેરેની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. કરવામાં આવ્યાં હતાં.

આજથી 210 વર્ષ પહેલા યોગીરાજ સદગુરૂ ગોપાળાનંદ સ્વામી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના ‘ મા’ સમા સદગુરૂ મુક્તાનંદ સ્વામીએ ઉપનિષદ, ભાગવત, ગીતા વગેરે સનાતન શાસ્ત્રોના આધારે કરેલ વિવેચન દ્વારા વિદ્વાનો સમક્ષ સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સંપ્રદાય છે એવું નિરૂપણ કર્યું હતું. આ ‘ પ્રસ્થાનત્રયી’ ગ્રંથનું સમયાનુસાર ભાષ્ય સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંસ્થાનના યુવાન વેદાંતાચાર્ચ શાસ્ત્રી સ્વરૂપદાસજી સ્વામીએ પાંચ ભાગમાં લખ્યું હતું. ‘ જેનું પ્રકાશન રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી તિરૂપતી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ ગ્રંથને વાઇસ ચાન્સેલર તેમજ પ્રભુસ્વામી વગેરે સંતો તથા વિદ્વાનોએ ગ્રંથને હાથમાં ધારણ કરી શોભાયાત્રા નીકાળેલી. ધૂનકીર્તન કરતાં થકા સહુ મંદિરમાં ઠાકોરજી સમક્ષ આવેલ. અહીં ગ્રંથનું પૂજારીએ સંતો તથા વાઈસ ચાન્સેલર વગેરે વિદ્વાનો પાસે તુલસીદલ તથા ચોખાથી પૂજન અર્ચન કરાવ્યું ‘ ગ્રંથની આરતી ઉતારી વૈદિક મંત્રો સાથે ભગવાનના શ્રીચરણોમાં ગ્રંથ અર્પણ કરવાની વિધિ કરાવી હતી.

આ પ્રસંગે વિદ્વત સભામાં રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી તિરૂપતિના વાઈસ ચાન્સેલર વિદ્વતવર્ય જી.એસ. આર. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, ભારતીય સનાતન પરંપરામાં જેમ અદ્વેત દર્શન, માધ્વદર્શન, વિશિષ્ટાદ્વેત દર્શન એક આગવું સ્થાન ધરાવે છે, તેમ સ્વામિનારાયણ દર્શન પણ અદ્વિતીય સ્થાન ધરાવે છે. આથી સ્વામિનારાયણ દર્શન એક વૈદિક દર્શન છે. ઉપસ્થિત વિદ્વાનો સમક્ષ શાસ્ત્રી મધુસુદનદાસજી સ્વામીએ ભારતીય સંસ્કૃતિની નાલંદા, તક્ષશીલા વગેરે ગુરુકુલ પરંપરાના ઇતિહાસ સાથે 75 વર્ષ પહેલા શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ સ્થાપેલ રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ અને તેની શાખાઓમાં વિદ્યાર્થીઓને અપાતા વિદ્યા,સદવિધા અને બ્રહ્મવિધાના સુસંસ્કારોનું વીડીયો દર્શન સાથે પ્રેઝન્ટેશન કર્યું.

વિદ્વાનો સાથે યોજાએલ સંગોષ્ઠી સમારંભમાં વેદાંતાચાર્ય શાસ્ત્રી સ્વરૂપદાસજી સ્વામીએ સ્વામિનારાયણ દર્શન, સ્વામિનારાયણ શબ્દનો અર્થ, અનાદિ પાંચ ભેદ, ત્રણ તત્વો, મુક્તિમીમાંસા વગેરે વિષયો ઉપર સંસ્કૃતમાં નિરૂપણ કર્યું હતું.અંતમાં રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી તિરૂપતિના વાઈસ ચાન્સેલર જી.એસ. આર. કૃષ્ણમૂર્તિ વગેરે વિદ્વાનોએ “સ્વામિનારાયણ દર્શન એક વૈદિક દર્શન છે ” આ વિષયક એક પ્રશસ્તિપત્ર સ્વામિનારાયણ સંપ્રદાય વતી ગુરુકુલના સંતોને અર્પણ કરેલ. આ પ્રસંગે વિદ્વાન પંકજકુમાર વ્યાસ, સી.હેચ. નાગરાજુ, ડો.ઉદયન હેગડે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રશસ્તિપત્ર વેદાંતાચાર્ય શાસ્ત્રી સ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી જયમુનિદાસજી સ્વામી તથા પ્રભુસ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતિ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજને વડતાલમાં અર્પણ કર્યું હતું. આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન વતી કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ કહ્યું હતું કે, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના મહંત દેવકૃષ્ણદાસજી સ્વામીના યુવાન શિષ્ય અને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દીક્ષિત વિદ્વાન સંત વેદાંતાચાર્ય સ્વરૂપદાસજી સ્વામીએ પ્રસ્થાનત્રયીનું ભાષ્ય રચ્ચી તિરૂપતી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરાવ્યું છે. એ સંપ્રદાય માટે ગૌરવની વાત છે.

અન્ય સમાચારો પણ છે…
Powered by Blogger.