અમદાવાદ9 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાતમાં પોતાની પીએમઓના માણસ તરીકેની ઓળખ આપતા કિરણ પટેલને અહીંયા કોઈ ઓળખી શક્યું નહીં પણ તેને જમ્મુ કાશ્મીરમાં પકડી લેવાયો છે .હવે ગુજરાત ats તેને પૂછપરછ કરવા શ્રીનગર પહોંચી છે પરંતુ ગુજરાત ats ના કેટલાક અધિકારીઓ જ કિરણ પટેલના સોશિયલ મીડિય ફ્રેન્ડ છે.અમદાવાદમાં અલગ અલગ લોકોને પોતાના પ્રભાવમાં લાવવાનો પ્રયાસ કરનાર કિરણ પટેલ વિવાદિત વ્યક્તિ છે. કિરણ પટેલ પોતે pmo નો સંપર્ક ધરાવતા નું કહીને અનેક લોકોને ઝાંશામાં લીધા હતા.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કિરણ પટેલ હાલ જમ્મુ કાશ્મીરમાં છે તેને આટલું મોટું કોન્ટેક્ટ કઈ રીતે થયો અને તે કઈ રીતે બોગસ અધિકારી બનાવ તે જાણવા માટે ગુજરાતી એટીએસ ની એક ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી છે
કિરણ પટેલ પોતાના વીવીઆઈપી બતાવીને છેક પાકિસ્તાન બોર્ડર સુધી જઈ આવ્યો હતો આ તમામ વિગતો ખુલ્યા બાદ ગુજરાત એટીએસને પણ હવે રહી રહીને તપાસ કરવાનું સુજ્યું છે. ગુજરાત એટીએસ ના અધિકારીઓ ભલે જમ્મુ કાશ્મીર પહોંચ્યા પરંતુ કિરણ પટેલ લઈ પહોંચ એટીએસ સુધી પણ છે કિરણ પટેલ ના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એટીએસના અધિકારીઓ પણ છે જ્યારે ભાજપના મોટાં નેતાઓ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી કિરણ પટેલ અને અમદાવાદના એક ડીસીપી વચ્ચે મોટી બબાલ થઈ હતી જે ડીસીપીની ઓફિસમાં થઈ હતી.અમદાવાદમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારી સાથે બબાલ અધિકારીની ઓફિસમાં થઈ હતી. હવે પોલીસને આ આઇપીએસ અધિકારી માહિતી આપે તો વધુ વિગત સામે આવી શકે છે.