છોટા ઉદેપુરએક કલાક પહેલા
- કૉપી લિંક
હાલ રાજ્ય અને દેશમાં અનિયમીત ઋતુને કારણે ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. રાજ્યના જેલના વડાએ રાજ્યની જેલમાં સજા ભોગવતા કાચા પાકા કામના કેદી ભાઈઓની આરોગ્યની ચિંતા કરી તમામ જિલ્લાના વડાઓને આદેશ કરી જેલમાં આરોગ્ય ચકાસણી કરવાની સૂચના આપી હતી.
જે અંતર્ગત અધીક પોલીસ મહા નિરીક્ષક જેલ વિભાગના વડાના આદેશ અનુસાર આજરોજ સબ જેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર, જિલ્લા ક્ષય વિભાગ છોટાઉદેપુર દ્વારા મેઘા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેલમાં સજા ભોગવતા 200 કરતા વધુ કાચા પાકા કામના બંદીવાન કેદી ભાઈઓની આરોગ્યની તપાસણી કરી જરૂરી સારવાર કરી દવા આપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે…