અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા
- કૉપી લિંક
ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો માટે દૂધ મંડળી અને સહકારી સેવા મંડળીએ કામધેનુ ગણાતી હોય છે. એમાંથી નિયમ મુજબ ધિરાણ મેળવી કેટલાય ખેડૂત અને પશુપાલકો પગભર થયા છે. ત્યારે આવીજ એક સંસ્થામાં કર્મચારી અને સભાસદ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે.
વાત છે મોડાસા તાલુકાના માથાસુલીયા ગામની. ગામમાં 1500 જેટલી વસ્તી રહે છે. મોટા ભાગે રહીશો ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નભે છે. ત્યારે આજરોજ ગામના દુધઉત્પાદક મંડળીમાં એક સભાસદ અને દૂધ મંડળીના કર્મચારી વચ્ચે પશુલોન બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વધુ બબાલ ઉગ્ર થતા મારામારી થઈ હતી. આ મારામારીના લાઈવ દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઈ હજાર સૌ સભાસદો અને ગ્રામવાસીઓએ ફિટકાર વરસાવ્યો છે.
અન્ય સમાચારો પણ છે…