Tuesday, March 14, 2023

રાજકોટમાં પેટ્રોલપંપ પર નંબર પ્લેટ વગરની કારમાં ડીઝલ પુરાવી પૈસા આપ્યા વિના ચાલક ફરાર, CCTV | Driver absconded without paying diesel proof in car without number plate at petrol pump in Rajkot, CCTV | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

રાજકોટ જિલ્લામાં ધોરી માર્ગ પર જસદણ-બાયપાસ રોડ પર આવેલ પેટ્રોલ પંપમાં નંબર પ્લેટ વગરની કારમાં ડીઝલ પુરાવી પૈસા આપ્યા વિના કાર ચાલક ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેદ થતા પેટ્રોલ પંપના માલિકે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેને પગલે પોલીસે CCTV ફૂટેજ ચકાસી કાર ચાલકને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

છતાં કારચાલક અટક્યો ન હતો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જસદણ બાઇપાસ રોડ પર આવેલ સોમનાથ પેટ્રોલ પંપમાં બપોરના સમયે એક નંબર પ્લેટ વગરની કાર એન્ટર થઈ હતી અને કારચાલક દ્વારા રૂપિયા 2500નું ડીઝલ પુરાવવાનું કહેવામાં આવ્યું હતું. જેથી સ્થળ પર હાજર કર્મચારીએ કારમાં રૂપિયા 2500નું પેટ્રોલ ભર્યુ હતું. જે બાદ તેણે રૂપિયાની માંગણી કરતા તુરંત કાર ચાલકે ચાલતી પકડી હતી. એ સમયે પેટ્રોલ પંપ ના કર્મચારીએ તેને અટકાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો છતાં કારચાલક અટક્યો ન હતો.

CCTVમાં સમગ્ર ઘટના કેદ
સમગ્ર મામલે કર્મચારીએ સોમનાથ પેટ્રોલ પંપના માલિકને જાણ કરી હતી પેટ્રોલ પંપના માલિક દ્વારા સૌપ્રથમ CCTV ચકાસવામાં આવ્યા હતા અને CCTVમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી. જે બાદ તેને જસદણ પોલીસમાં સમગ્ર બનાવની ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે…

Related Posts: