Tuesday, March 14, 2023

વડોદરાની L&T કંપનીના સિક્રેટ ડેટા ચોરી કરનાર બોગસ કર્મચારી સામે ફરિયાદ, ભેજાબાજ કર્મચારીઓના આઇકાર્ડ ચેક કરતો હતો | Complaint against bogus employee who stole secret data of Vadodara's L&T company, Margabaj used to check employees' ID cards | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar

ફાઇલ તસવીર.

નેશનલ હાઈવેનં-48 ઉપર આવેલા એલ એન્ડ ટી કંપનીના ડેટા ચોરી કરનાર બોગસ કર્મચારી સામે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. કંપનીના પૂર્વ કર્મચારીના આઇકાર્ડનો ઉપયોગ કરીને કંપનીનો કર્મચારી બનનાર ભેજાબાજે 162 ડેટાની ચોરી કરી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

કર્મચારીઓના આઇકાર્ડ ચેક કરતો હતો
વડોદરા શહેરના આજવા રોડ ઉપર જે-1/401 એમેઝોન રેસિડેન્સીમાં રહેતા ભાવિક દિલીપભાઈ રાઠોડ એન્ડ ટી કંપનીમાં ગ્રૃપ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓએ બાપોદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ડિસેમ્બર- 2021 તથા જાન્યુઆરી જાન્યુઆરી-2022માં મિતેશ ગોપાલભાઈ વસાવા નામનો વ્યક્તિ કંપનીના ગેટ પાસે ઉભો રહીને આવતા-જતા કર્મચારીઓનું આઈકાર્ડ ચેક કરતા હતો તેમજ એક્સેસ કાર્ડ પણ ચેક કરતો હતો. આ વ્યક્તિ કંપનીમાં નોકરી કરતો ન હતો.

વિવિધ ડિપાર્ટમેન્ટમાં ફરતો હતો
મિતેશ વસાવા અગાઉ નોકરી કરતા સંદીપ પટેલ નામના વ્યક્તિના આઈકાર્ડનો ઉપયોગ કરીને કંપનીમાં ફરતો હતો. આ કર્મચારી અંગે શંકા જતા કંપનીમાં લગાવેલા CCTV ચેક કરવામાં આવ્યા હતા. CCTVમાં આ કંપનીના વિવિધ ડિપાર્ટમેન્ટમાં ફરતો હોવાનું પણ જણાઇ આવ્યું હતું. દરમિયાન આ કર્મચારીની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી.

વિવિધ ડેટાની ચોરી
કમિટીની તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે, મિતેશ વસાવાએ કંપનીના વર્તમાન કર્મચારી બાલા સુબ્રમણ્યમની મેલ આઈડીનો ઉપયોગ કરીને તેમના મેલ આઈડી ઉપરથી ગોપનીય દસ્તાવેજો, આ ઉપરાંત 162 જેટલા મેલ આઈડી, કંપનીના ફોટા, ફેલોચાર્ટ, એન્જિનિયરિંગના ડ્રોઈંગ વિગેરે ડેટા ચોરી લીધા હતા.

કમિટી દ્વારા તપાસ યથાવત
જાન્યુઆરી- 2015માં પણ મિતેશ વસાવા સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં જે તે વખતના જવાબદાર અધિકારી દ્વારા અરજી આપવામાં આવી હતી. આ બોગસ કર્મચારી દ્વારા કયા કારણોસર ડેટાની ચોરી કરવામાં આવી છે. તે અંગેની હાલ કમિટી દ્વારા તપાસ ચાલી ચાલી રહી છે. આ ઉપરાંત આ બોગસ કર્મચારી મિતેશ વસાવા અંગેની વધુ તપાસ માટે તેની સામે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.

પોલીસે તપાસ શરૂ કરી
બાપોદ પોલીસે ફરિયાદના આધારે આરોપી મિતેશ વસાવા સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. કંપનીમાં એક માસથી બોગસ કર્મચારી બનીને કંપનીના ગોપનીય દસ્તાવેજોની ચોરી કરનાર મિતેશ વસાવા ઝડપાતા કંપનીમાં ચકચાર મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: