Thursday, March 30, 2023

ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ; મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા | Celebrated with a grand procession; A large number of Ram devotees joined | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

છેલ્લા કેટલાક વર્ષોથી હિંદુ દેવી દેવતાઓના જન્મોત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાય છે. ત્યારે આજે રામ નવમીની ઉજવણી સમગ્ર અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી હતી. ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન રામનો જન્મ દિવસ રામ નવમી. આજના દિવસે દરેક ગામ, શહેરમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે અવનવા ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, બાયડ, મેઘરજ, ટીંટોઇ, શામળાજીમાં રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રામાં અબાલ વૃદ્ધ સૌકોઈ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભગવા રંગે રામ ભક્તો રંગયા હતા, પુષ્કળ ધજા પતાકાથી શોભાયાત્રા ઝળહળી ઉઠી હતી. માલપુરમાં રક્ષેસ્વર મહાદેવથી નીકળેલી શોભાયાત્રા નગરમાં ફરી હતી અને જય શ્રીરામના નારા સાથે આખુ નગર ગુંજી ઉઠ્યું હતું. એજ રીતે મોડાસા અને ટીંટોઇ તેમજ મેઘરજમાં પણ જય શ્રીરામના નારા સાથે શોભાયાત્રા રંગે ચંગે પૂર્ણ થઈ હતી. આમ અનોખી શ્રદ્ધા સાથે ભાવ અને ભક્તિ પૂર્વક ભગવાન શ્રીરામનો જન્મોત્સવ, શોભાયાત્રા સંપન્ન થઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.