ખંભાળિયામાં એક તરુણ સાથે બે લોકોએ મિત્રતા બનાવી સાડાત્રણ લાખ રૂપિયા પડાવ્યા; પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી, એક ઝડપાયો | Two people befriended a young man in Khambhalia and extorted four and a half lakhs of rupees; Police registered a complaint against the accused, one was arrested | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Two People Befriended A Young Man In Khambhalia And Extorted Four And A Half Lakhs Of Rupees; Police Registered A Complaint Against The Accused, One Was Arrested

દ્વારકા ખંભાળિયા43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ખંભાળિયામાં રહેતા એક વેપારી યુવાનના તરુણ પુત્ર સાથે મિત્રતા કેળવ્યા બાદ બે શખ્સો દ્વારા આ તરુણ પાસેથી છરી બતાવી અને પોતાના ઘરેથી ટુકડે ટુકડે રૂપિયા 3.55 લાખની રોકડ રકમ મેળવી લેવા સબબ આ બંને શખ્સો સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધાયો છે.

આ સમગ્ર બનાવવાની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં રહેતા વિજયભાઈ વડગામા નામના 47 વર્ષના વેપારી યુવાને તેમના વેપાર ધંધાથી પ્રાપ્ત થયેલી રૂપિયા સાડા ત્રણ લાખની રોકડ રકમ પોતાના પત્નીને આપી હતી. ત્યારબાદ આ રકમની જરૂરિયાત હોવાથી ગત તારીખ 25 માર્ચના રોજ ફરિયાદી વિજયભાઈએ પોતાના પત્ની પાસેથી આ રકમ માંગતા તેમને કબાટમાંથી આ રકમ ગુમ થયાનું જણાયું હતું.

જે સંદર્ભે આ દંપત્તિએ પોતાના 17 વર્ષીય તરુણ પુત્રની પૂછપરછ કરતા ડરી ગયેલા આ તરુણે પોતાના માતા-પિતાને જણાવ્યું હતું કે, આજથી આશરે ત્રણેક માસ પૂર્વે તેમની નજીક રહેતા તેના મિત્ર સૌરભ મિશ્રાએ તેના મિત્ર મુનાફ સાથે તેની ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ ત્રણેય મિત્રો કલ્યાણબાગ બાજુ બેસવા માટે જતા હતા.

આ પછી ગત તારીખ 9 માર્ચના રોજ ત્રણેય મિત્રો કલ્યાણબાગ બાજુ બેઠા હતા, તે સમયે સૌરભ તથા મુનાફે આ તરુણને કહ્યું કે, અમારે રૂપિયાની જરૂરિયાત છે. જેથી અમોને રૂપિયાનો મેળ કરીને આપ. જેથી આ તરુણે પૈસા ન હોવાનું જણાવતા બંને શખ્સોએ તેને કહ્યું હતું કે “તારા ઘરેથી રૂપિયા લઇ આવ”. બાદમાં મુનાફે તેના પેન્ટના નેફામાં રહેલી છરી તરૂણના ગળે રાખી અને બંને આ તરુણને બિભત્સ અપશબ્દો બોલ્યા હતા અને “જો તું અમને રૂપિયા નહીં આપે તો તને જાનથી મારી નાખીશું”- તેમ કહેતા તે એકદમ ડરી ગયો હતો. તેમના માતા-પિતાના કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા પૈકી ટુકડે-ટુકડે કુલ 3.55 લાખની રકમ લઈ અને ઉપરોક્ત બંને શખ્સોને આપી દીધી હતી.

આમ, તરુણ પાસેથી બળજબરીપૂર્વક તોતિંગ રકમ કઢાવી લેવા સબબ વિજય વડગામાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે સૌરભ મિશ્રા અને મુનાફ મોદી નામના બે શખ્સો સામે આઇ.પી.સી. કલમ 386, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે આગળની તપાસ પી.એસ.આઈ. એ.બી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પ્રકરણ દરમિયાન ખંભાળિયા પોલીસ દ્વારા ગઈકાલે બુધવારે સાંજે પેટ્રોલિંગ દરમિયાન અત્રે રેલવે સ્ટેશન રોડ ઉપર સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા મુનાફ મોદી નામના 18 વર્ષીય શખ્સને રામનાથ પુલીયા પાસેથી ધાતુના હથિયાર સાથે નીકળતા ઝડપી લઇ તેની સામે હથિયાર ધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post