મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાનેથી ઉજવણી કરાઈ, જામનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના અધિકારીઓ જોડાયા | The celebration was presided over by Chief Minister Bhupendra Patel, the district officials joined through video conference from Jamnagar | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • The Celebration Was Presided Over By Chief Minister Bhupendra Patel, The District Officials Joined Through Video Conference From Jamnagar

જામનગર7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલે ગત તા. 12મી ડિસેમ્બર, 2022ના રોજ શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે. જે અંતર્ગત, સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના 100 દિવસ સુશાસનની ઉજવણી કરવામાં આવી હતી.’સાથ, સહકાર અને સેવાના 100 દિવસ કાર્યક્રમ’ ની ઉજવણીના ભાગરૂપે તમામ જિલ્લામાંથી અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ‘સાથ, સહકાર અને સેવાના 100 દિવસ’ ની વિકાસ ગાથા વર્ણવતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

પ્રાસંગિક ઉદબોધન દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. છેવાડાનો વ્યક્તિ પણ ‘ગુજરાત મારું છે’ તે ભાવનાથી વિકાસની અવિરત યાત્રામાં સહભાગી બન્યો છે. પ્રાયોરિટી, પોલિસી અને પર્ફોર્મન્સ- આ 3 માપદંડોના આધારે રાજ્ય સરકારે વિકાસની વિભાવનાને ચરિતાર્થ કરી છે. દરેક નાગરિક હવે ‘વિકાસમાં વિશ્વાસ’ કરતો થયો છે. ડ્રગ્સ, માદક પીણાં અને વ્યાજખોરી સામે સરકારે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છે.

મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રૂ. 3 લાખ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે ગુજરાત ચાવીરૂપ ભૂમિકા ભજવશે. ગુજરાતમાં તમામ વિભાગના સંકલનથી ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’- આ સૂત્ર સાર્થક થઇ રહ્યું છે.

ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી. એન. ખેર, પ્રાંત અધિકારી ડી. ડી. શાહ, ડી. આર. ડી. એ. નિયામક ચૌધરી, જિલ્લા આંકડા અધિકારી બી. જે. પટેલ, જિલ્લા આઈ. સી. ડી. એસ. પ્રોગ્રામ ઓફિસર બિનલ સુથાર, જિલ્લા રોજગાર અધિકારી સરોજ સાંડપા, જિલ્લા રમત ગમત અધિકારી બી. જે. રાવલીયા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે…