પાટણ2 કલાક પહેલા
- કૉપી લિંક

હારીજના બોરતવાડા ખાતે રહેતા હિનાબેન જીવરાજજી ઠાકોરને શુક્રવારે ઠાકોર દિલીપજી વનાજી તથા તેમની ભાભીઓ ભગીબેન પ્રકાશજી ઠાકોર, રંજનબેન બદાજી ઠાકોર, દિલીપજીની માતા ચંપાબેન વનાજી ઠાકોરે આવીને કહેવા લાગેલા કે તું કેમ મારા દિયરને ફોન કરે છે. ત્યારે હિનાબેને જણાવેલ કે મારી પાસે ફોન નથી. હું કોઈને ફોન નથી કરતી. તમે લોકો ખોટા આરોપ કેમ નાખો છો. તેમ કહેતા દિલીપજી ઠાકોરે ધોકો માથાના અને બરડાના ભાગે માર્યો હતો. ભગીબેન તથા રંજનબેન વાળ પકડીને ઢસડેલ તે વખતે હિનાબેનના દાદી આવી જતાં છોડાવેલ ત્યારબાદજાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હિનાબેનને ઈજાઓ થતાં 108 મારફતે હારીજ રેફરલ ખાતે સારવાર અર્થે ખસેડાયા બાદ ધારપુર ખાતે લઈ જવામાં આવ્યા હતા. હિનાબેને હારીજ પોલીસ મથકે દિલીપજી વનાજી ઠાકોર, ભગીબેન પ્રકાશજી ઠાકોર, રંજનબેન બદાજી ઠાકોર, ચંપાબેન વનાજી ઠાકોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.