પંચમહાલ (ગોધરા)2 કલાક પહેલા
- કૉપી લિંક

ગોધરામાં સંજીવની હોસ્પિટલની બહાર ચોર બાઈકનું લોક તોડીને લઈ ગયો
ગોધરાના સંજીવની હોસ્પિટલની બહાર પાર્ક કરી મૂકી રાખેલી બાઇકને કોઈ અજાણ્યા ચોર ઈસમે બાઈકનું લોક તોડીને લઈ જતા ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ સંદર્ભે હરિગરના મુવાડા માચીડમાં રહેતા દિનેશ બળવંતભાઈ ખાંટે જણાવ્યું હતું કે, આજથી 20 દિવસ પહેલા તેઓ ગોધરામાં કામ અર્થે પોતાની બાઈક નં GJ.17 AN. 2165 ને લઈને આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોધરામાં આવેલી સંજીવની હોસ્પિટલની બહાર પોતાની બાઈક પાર્ક કરી મૂકી હતી. ત્યારબાદ તેઓ પોતાનું કામ પતાવી પરત આવ્યા ત્યારે તેમની બાઇક બહાર જોવા મળી ન હતી. જેને કોઈ અજાણ્યા ચોર ઈસમ બાઈકનું લોક તોડી લઈ ગયા હતા. જેથી દિનેશ ખાંટે ગોધરાએ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

‘નોકરી પરથી કેમ મોડા આવો છો’ તેવું પૂછતા ઇસમે અપશબ્દો આપીને એક યુવતી સાથે ઝપાઝપી કરી
ગોધરાના સેશન્સ કોર્ટની પાછળ આવેલા ગોન્દ્રા સર્કલ પાસે રહેતા ઇસમને નોકરી પરથી કેમ મોડા આવું છો તેવું પૂછતા ઇસમે અપશબ્દો બોલીને એક યુવતી સાથે ઝપાઝપી કરતો હતો. ત્યારે તેમને છોડાવવા માટે આવેલી એક મહિલાને ગરદાપાટુ માર મારી કપડાં ફાડી નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ સંદર્ભે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પુરા મહોલ્લામાં રહેતા એક ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, ગોધરાના ગોન્દ્રા સર્કલ પાસે રહેતા શબ્બીર હારુન રસીદ મન્સુરી નોકરી ઉપરથી ઘેરે મોડા આવ્યા હતા. ત્યારે એક યુવતીએ તેમને પૂછ્યું કે કેમ તમે નોકરી ઉપરથી મોડા આવો છો તેમ કહેતા શબ્બીર હારુન રસીદ મનસુરીએ યુવતીને અપશબ્દો બોલી ગરદા પાટુનો માર મારી રહ્યા હતા. ત્યારે આ યુવતીને બચાવવા માટે મહિલા વચ્ચે પડી હતી. ત્યારે શબ્બીર હારુન રસીદ મનસુરીએ ફરિયાદી મહિલાને નિવસ્ત્ર કરવાના ઇરાદે કપડાં ફાડી નાખી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે શબ્બીર હારુંન રસીદ મનસુરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.