અમદાવાદ13 મિનિટ પહેલા
- કૉપી લિંક
આગામી સપ્ટેમ્બર માસમાં ભારતમાં G-20 સમીટ યોજાશે.વર્તમાન સમયમાં G-20 સમીટની આપણે અધ્યક્ષતા કરી રહ્યા છીએ ત્યારે G-20 અંતર્ગત જ વુમન-20 એન્ગેજમેન્ટ ગ્રુપ કાર્યરત છે. તાજેતરમાં જ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શૈક્ષણીક સંસ્થાને મહિલાઓના યોગદાન સંબધીત વિવિધ થીમ પર સેમીનાર અને કાર્યક્રમનું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંચાલીત વિદૂષી ગાર્ગી સેન્ટર ફોર વુમન ડેવલોપમેન્ટ દ્વારા “ રોલ ઑફ વુમન ઈન કો-ઓપરેટીવ સેક્ટર એન્ડ એન્ટરપ્રિન્યોર્સશીપની” થીમ પર સેમિનારનું આયોજન કરાયું હતું.
જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , ન્યૂ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહિલાઓનો ફાળો અતિ આવશ્યક છે. દરેક ક્ષેત્રમાં આજની મહિલાઓ અગ્રગણ્ય હરોળમાં સ્થાન પામેલ છે. જે આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ વિશેષ યોગદાન પૂરું પાડશે. આ પ્રસંગે મુખ્ય અતિથી સ્થાને ઈન્ટેલીમીડિયા નેટવર્ક્સના કો-ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ દર્શન સેદાણી, જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન . ખેર સહિત વિદૂષી ગાર્ગી સેન્ટર ફોર વુમન ડેવલોપમેન્ટના ચેરપર્સન ડૉ. કોમલ બોરીસાગર ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમના મુખ્ય વક્તા દર્શન સેદાણીએ કોર્પોરેટ્સ , ઔદ્યોગીક , આંત્રપ્રિન્યોર્સ તરીકે અને સામાજીક ક્ષેત્રે મહિલાઓના યોગદાન અને વિવિધ પડકારો વિશે ચર્ચા કરી હતી. વધુમાં જણાવતાં કહ્યું હતું કે , મહિલાઓ પણ પુરૂષ સમોવડી થઈને દરેક ક્ષેત્રમાં સમાન તક મેળવવા માટે હકદાર છે. જે દેશના અર્થતંત્રના વિકાસમાં સહયોગી સાબીત થશે. જીટીયુના કુલપતિ અને કુલસચીવે કાર્યક્રમના કો-ઓર્ડિનેટર ડૉ. રાધીકા ગાંધી સહિત સમગ્ર ટીમને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતાં.