ગોવાથી સિમેન્ટ ટેન્કરમાં દારૂ ભરી નીકળ્યા, સુરતના કડોદરા GIDC પોલીસે બેને ઝડપી પાડ્યા, 40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો | Liquor left in cement tanker from Goa, Kadodara GIDC police in Surat nabbed two, seized 40 lakh worth of goods | Times Of Ahmedabad

સુરત7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
કડોદરા GIDC પોલીસે સિમેન્ટના ટેન્કરના દારૂની હેરાફેરી ઝડપી પાડી - Divya Bhaskar

કડોદરા GIDC પોલીસે સિમેન્ટના ટેન્કરના દારૂની હેરાફેરી ઝડપી પાડી

સુરતમાં બુટલેગરો દારુ ઘુસાડવા માટે અવનવા કીમિયા અજમાવી રહ્યા છે ત્યારે આવા જ એક કીમિયાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોવાથી સિમેન્ટ ટેન્કરમાં દારૂની હેરાફેરી કરી રહેલા બે લોકોને કડોદરા જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ટેન્કરમાંથી 29.90 લાખનો દારૂ તેમજ ટેન્કર મળી કુલ 40.04 લાખનો મુદામાલ કબજે કર્યો છે. તેમજ એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.

સિમેન્ટના ટેન્કરમાં દારૂની હેરાફેરી ઝડપાઈ

સુરત જિલ્લાની કડોદરા જીઆઈડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક આયશર કંપનીની ટ્રાન્ઝીસ્ટ મિક્સર સિમેન્ટ ટેન્કર ગાડીમાં દારૂનો જત્થો સિમેન્ટ ટેન્કરની આડમાં ભરીને ગોવાથી મુંબઈ, નાસિક, નવાપુર, વ્યારાના માર્ગે થઇ પલસાણાથી કડોદરા તરફ નેશનલ હાઈવે નબર 48 થી આવનાર છે. બાતમીના આધારે પોલીસે અલથાણ કડોદરા જતા સર્વિસ રોડ પાસે રોડ પર આડાશ ઉભી કરી ટેન્કર ઝડપી પાડ્યું હતું. તેમાંથી તપાસ કરતા મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

સિમેન્ટ ટેન્કરના ટ્રાન્ઝીસ્ટ મિક્સરમાં સંતાડ્યો હતો દારૂ

કડોદરા પોલીસને મળેલી ચોક્કસ બાકીના આધારે ગોવા થી આવી રહેલા સિમેન્ટ કોંક્રીટના માલ બનાવતા ટેન્કરને ઉભો રાખીને તપાસ કરી હતી. પોલીસે મોડી રાત્રે ટેન્કરની તપાસ કરતા આખરે ખૂબ જ મોટી માત્રામાંથી ગેરકાયદેસર હેરફેર કરા તો દારૂ મળી આવ્યો હતો. પોલીસ કે કોઈપણને શંકા ન જાય તે રીતે સિમેન્ટ ટેન્કરના ટ્રાન્ઝિસ્ટ મિક્સર ની અંદર ઠેલા ભરી ભરીને દારૂનો જથ્થો સંતાડાયો હતો. પોલીસે ઝડપી પાડી આ તમામ જથ્થો જપ્ત કરાયો હતો.

પોલીસે બેની ધરપકડ કરી

કડોદરા પોલીસે સિમેન્ટના ટેન્કરમાંથી 29.90 લાખનો દારૂ, 4300 રોકડ તેમજ 12 લાખની કિંમતનું સિમેન્ટનું ટેન્કર અને બે મોબાઈલ ફોન મળીને કુલ 40.04 લાખની મત્તા કબજે કરી હતી. તેમજ આ ઘટનામાં ડ્રાઈવર પપ્પુ મહાવીર શર્મા અને અબ્દુલ રહેમાન રહમતુલ્લા ખાનની ધરપકડ કરી હતી .જ્યારે આ ઘટનામાં દારૂનો માલ મંગાવનાર નાગેન્દ્ર નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…