ભરૂચએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
ભરૂચના નેશનલ હાઇવે ઉપર વડદલા ગામના ક્રોસિંગ પાસે મોપેડ સવાર દંપતીને અકસ્માત નડ્યો હતો. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં પતિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટનામાં વધારો થયો છે ત્યારે વડદલા ક્રોસિંગ પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ પ્રકાસમાં આવી રહી છે. આજરોજ એક દંપતી પોતાની મોપેડ લઇ વડદલા ગામના ક્રોસિંગ પાસેથી પસાર થઇ રહ્યું હતું. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે દંપતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે પતિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જયારે ઈજાગ્રસ્ત મહિલાને 108 સેવાની મદદ વડે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખની છે કે વારંવાર અકસ્માતની ઘટનાઓને પગલે આજુબાજુના ગામોના લોકોએ સર્વિસ રોડની માંગ કરી છે.